તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાદરામાં કોરોના આક્રમક બન્યો વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા

પાદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને નાથવા તંત્રની દોડધામ પણ ઘટાડો થતો નથી
  • અત્યાર સુધીમાં કુલ 3600 પોઝિટિવ કેસ નોંધાયા છે

પાદરામાં કોરોના આજે તોફાની બેટિંગ કરતાં વધુ 25 કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. વધતા જતાં કોરોનાને નાખવા તંત્ર દોડધામ કરી રહ્યું છે, ત્યારે પાદરામાં કોરોનાના 25 કેસ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાદરામાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળતો નથી. છેલ્લા ત્રણ દિવસથી કોરોના કેસના કિસ્સાઓમાં રોજ વધારો જોવા મળે છે. આજે વધીને 25 કેસ પહોંચ્યું છે. હજુ પણ કોરોનાના કેસ નિયંત્રણમાં આવ્યા હોય એવું લાગતું નથી.

કોરોનાનો હાલમાં ગ્રામ્યકક્ષાએ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે તંત્ર માટે પણ એક ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ વેક્સીનની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ કોરોનાના કેસો પણ મળી રહ્યા છે તે જોતાં સલામતી માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી પાદરામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ત્રીજા દિવસે વધારો નોંધાયો છે. મંગળવારે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહેલી, તેમાં જોતા બ્રેક વાગી નથી તેવું માનવામાં આવી રહ્યું છે.

પાદરામાં વિતેલા 24 કલાકમાં 581 સેમ્પલ લેવામાં આવ્યા હતાં, જેમા 556 નેગેટિવ આવ્યા હતા. 25 પોઝિટિવ આવ્યા હતા, કોરોના કેસની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે, જેનાથી પાદરા પંથકમાં હાહાકાર મચી ગયો છે. વધુ વખત જતી પરિસ્થિતિને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વધતા જતા કોરોનાને લઈને તંત્ર આ અંગે ભારે મૂંઝવણમાં મૂકાઇ ગયું છે, ગભરાટ જોવા મળી રહ્યો છે. પાદરામાં અત્યાર સુધીમાં 3600 જેટલા કોરોના પોઝિટિવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...