તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટી દુર્ઘટના થતી ટળી:પાદરાના વ્હાઈટ પર્લ કોમ્પલેક્સના મીટર રૂમમાં આગ લાગતાં દોડધામ

પાદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
વ્હાઈટ પર્લ કોમ્પ્લેક્સના મીટર રૂમમાં અચાનક બપોરે આગ લાગી હતી. - Divya Bhaskar
વ્હાઈટ પર્લ કોમ્પ્લેક્સના મીટર રૂમમાં અચાનક બપોરે આગ લાગી હતી.
 • કોમ્પ્લેક્સમાં ડેન્ટલ અને કોવિડ કેર સેન્ટર સહિત 5 દવાખાના છે
 • સ્થાનિક આગેવાનો અને રહીશોએ હોસ્પિટલના ફાયર સાધનો અને રેતીનો મારો કરી મીટરોમાં લાગેલી આગને કાબૂમાં લીધી

પાદરાના જકાતનાકા પાસે આવેલ વ્હાઈટપર્લ કોમ્પ્લેક્ષના મીટર રૂમમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. સ્થાનિક નાગરીકો તેમજ પાદરા નગર પાલિકા ફાયર ફાઈટર દ્વારા લાગેલી આગ બુઝાવતા મોટી દુર્ઘટના ટાળી હતી. જયારે વ્હાઈટ પર્લ કોમ્પ્લેક્ષમાં આવેલ બે કોવિડ સેન્ટર સહીત અન્ય હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓ તેમજ તેમના સ્વજનોના જીવ પડીકે બંધાયા હતા. પરંતુ સદનસીબે કોઈ જાન હાની નહિ થતા વહીવટી તંત્રે હાશકારો પામ્યો હતો.

પાદરાના જકાતનાકા પાસે આવેલી જીવન જ્યોત કોવીડ કેર હોસ્પિટલ નીચે આવેલ કોમ્પ્લેક્ષના મીટર રૂમમાં બપોરના સમયે આગ લાગતા નાસ ભાગ મચી હતી. કોમ્પ્લેક્ષમાં ફસ્ટ ફ્લોર પર બે કોવીડ સેન્ટર આવેલા છે. જેમાં 50થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. પાદરામાં વિવિધ હોસ્પિટલોમાં અનેક લોકો કોરોના સામે જંગ લડી રહ્યા છે. ત્યારે કોમ્પ્લેક્ષના બે કોવીડ સેન્ટરો અને બીજા અન્ય દવાખાના અને લેબોરેટરી અને અન્ય દુકાનો સહીત કોમ્પ્લેક્ષની બાજુમાં પેટ્રોલ પંપ આવેલ છે. ત્યાં એકા એક બપોરે મીટર રૂમમાં આગ લાગતા નાશ ભાગ મચી જવા પામી હતી. જ્યારે સારવાર લઇ રહેલા કોરોના દર્દીઓના જીવ પડીકે બંધાયા હતા.

કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકતા પાદરા પાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચી ફોર્મનો મારો ચલાવી સ્થાનિક લોકોની મદદથી આગને કાબુમાં લીધી હતી. ઉક્ત બનાવના પગલે પાદરાના પી.આઈ. એસ.એ. કરમુર સહીત પી.એસ.આઈ. ચૌહાણ અને સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવના પગલે કોમ્પલેક્ષમાં આવેલ અન્ય દર્દીઓને મદદ કરી અગમ ચેતીના ભાગ રૂપે બહાર લઇ આવ્યા હતા. સદ નસીબે કોઈ જાન હાની અને નુકશાન ન થતા વહીવટી તંત્રે હાશકારો અનુભવ્યો હતો. તેમજ કોરોનાના દર્દીઓમાં જીવમાં જીવ આવ્યો હતો.

નોન કોવિડ દર્દીઓને પણ તત્કાલ બહાર લાવી દેવાયા હતા
બપોરે 3 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. અમારા નર્સિંગ સ્ટાફ અને આસપાસના લોકો ફાયર સાધનો લઇને દોડ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી. નોન કોવિડ દર્દીઓને પણ તત્કાળ બહાર લાવી દેવાયા હતા. કોઈ હોસ્પિટલમાં પ્રોબ્લેમ થયો નથી. કોઈ દર્દીઓને શિફ્ટ કરવાની જરૂર પડી છે. સૌનો આભાર વ્યક્ત કરું છું. મોટી હોનારત સર્જાતી રહી ગઈ. > ડો.વીરેન જેઠવા, જીવન જ્યોત હોસ્પિટલ

અમે ડીપી પોઈન્ટના ફ્યૂઝ કાઢી જીઈબીને ફોન કર્યો
જીવન જ્યોત હોસ્પિટલના નીચે મીટર રૂમમાં આગ લાગતા તાત્કાલિક અમે ડીપી પોઈન્ટના ફ્યૂઝ કાઢીને જીઇબીને ફોન કર્યો અને મોટી હોનારત થતી બચી જવા પામી છે. > લાલભાઈ, વકીલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો