ફરિયાદ:પાદરાની સખી હોટલમાં મારામારીની ઘટનામાં 6 ઈસમો સામે ગુનો નોંધાયો

પાદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠંડું પીણું ન આપવા બાબતે ઝઘડો થતાં સામસામે ફરિયાદ નોંધાઈ

વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા ધર્મીષ્ઠાબેન નવલભાઈ અરવિંદભાઈ મિસ્ત્રી તેમજ પાદરા મુકામે જૂની પાનસરાવાડમાં રહેતા ભીખાભાઇ રણછોડભાઈ સુથારને ત્યાં પિયર થાય છે. પતિ નવલભાઈના મિત્ર હર્ષ રામાનંદ સ્વામી વડોદરાથી કાર લઈને પાદરા આવેલા ધર્મીષ્ઠાબેનના પતિ તેમજ તેમના મિત્ર રાત્રીના સમયે સખી હોટલમાં જમવા માટે ગયેલા હતા.

તે દરમ્યાન ઠંડા પીણાંની માંગણી કરતા જેની ના પાડતા ઝઘડો થતા હોટલવાળા અને તેના માણસોએ ગાળો બોલી ઐયુબ ઇસ્માઇલ વ્હોરા ઉશ્કેરાઈ જઈ બેઝ બોલ સ્ટીક વડે ઇજાઓ પહોંચાડી તેમજ પત્ની ધર્મીષ્ઠાબેનને ગડદા પાટુનો માર મારી તેમજ હર્ષદભાઈને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેઓને પ્રથમ પાદરા સરકારી દવાખાને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જીમાં ખસેડાયા હતા.

સામે પક્ષે આદિલ ઐયુબ વ્હોરા જે પાદરા ખાતે સખી હોટલ ચલાવે છે. બે ઈસમો હોટલ પર આવેલા કાઉન્ટર પર બેસેલ હતો. ત્યારે પુછેલ કે ઠંડુ પીણું કે છાશ મળશે કે કેમ? ના કહેતા બન્ને ઈસમો જતા રહેલા થોડીવારમાં પરત આવી મારામારી કરેલી હતી. ઠંડુ કેમ રાખતા નથી તેવી બુમો પાડતા તમે દારૂ પીધેલા છો. તમે જતા રહો. તેમ કહેતા ગાળો બોલતા ઉશ્કેરાઈ જઈ ઐયુબને ગડદાપાટુનો માર મારતા ઐયુબને ગંભીર ઇજા થતાં પ્રથમ પાદરા સારવાર લીધા બાદ વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બંને પક્ષે સામસામે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે 6 ઈસમો સામે ગુનોનોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં હર્ષદ રામાનંદ સ્વામી ગોત્રી વડોદરા, નવલ અરવિંદ મિસ્ત્રી ગોત્રી વડોદરા, ઐયુબ ઇસ્માઇલ વ્હોરા ગોત્રી વડોદરા, ત્રણ અજાણ્યા ઈસમોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...