તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટની રજૂઆત:પાદરા પાલિકામાં 23 કરોડની પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરાયું, વિવિધ સમિતિઓની રચના કરાઈ

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાદરામાં પ્રમુખ અને ઉપપ્રમુખના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઇ

પાદરા નગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયા બાદ નવા બોર્ડની પ્રથમ મીટીંગ શુક્રવારના રોજ પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે મળી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ ના અધ્યક્ષ સ્થાને મળેલી મીટીંગમાં પાદરા નગર પાલિકાનું વર્ષ 2021-22નું 23 કરોડનું પૂરાંતવાળું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ સહિત પાલીકા સંચાલિત પાદરાના પી.પી. શ્રોફ હાઇસ્કુલના મેદાન પર રમાઈ રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ આવેલી અરજી સંદર્ભે સભામા ટોકન ભાડું 5000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. બજેટમાં કેટલા મુદ્દાઓ તપાસવાના હોવાથી અને ગત બોર્ડના કરેલા ખર્ચના હિસાબો તેઓના ધ્યાન નહિ હોવાથી કેટલા પ્રશ્નો અંગે પાલીકામા RSP અને અપક્ષના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો.

ત્યારબાદ પાદરા નગર પાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી અને તે સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન નયન ભાવસાર, શિક્ષણ સમિતિ પ્રતીક પટેલ (સંતોષ પટેલ), બાંધકામ સમિતિ બ્રિજેશ પટેલ, વાહન સમિતિ મંજુલાબેન પરમાર, સેનેટરી શાખાના ચેરમેન ભાવનાબેન વાળંદ, સ્ટ્રીટ લાઇટ શાખાના ચેરમેન કરીશ્માબેન પરમાર, વેરા વસુલાત ચેતનાબેન ગાંધી, ગટર સમિતિ ચેરમેન મનીષાબેન ગાંધી, વોટર વકર્સ ચેરમેન સુભાષભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. સુભાષ પટેલે ચાલુ સભાએ તેઓના સમિતિ માટે વિરોધ કર્યો હતો. પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, અને ભાજપાના નિર્ણયથી અસંતુષ્ટ હોય એમ જણાવ્યું હતું. પરંતુ હાજર તમામ સદસ્યોએ ગેરસમજ થઈ હોવાનું સમજાવતા તેઓએ વોટર વકર્સ સમિતિના ચેરમેન પદ હાલ પૂરતું સ્વીકાર્યું હતું.

પાદરાને ‘આપણું પાદરા આગવું પાદરા’ બનાવાશે
સૌનો આભાર વ્યક્ત કરી, ભાજપાની વિકાસની ગાથાને સૌનો સાથ સૌનો વિકાસ એ જ રીતે પાદરાનો વિકાસ ગતિશીલ થશે અને પાદરાને “આપણું પાદરા આગવું પાદરા’ બનશે. એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. - નયનભાઈ ભાવસાર, ચેરમેન, કારોબારી સમિતિ, પાદરા નગર પાલિકા

​​​​​​​લાગતા વળગતા કામોને જ પાસ કરાય છે
બજેટમાં કોવિડ-19 માટે કોઈ પણ જાતની ફાળવણી કરાઈ નથી. જો ચાહે તો નગરમાં 46,000 જનતા છે. તો સભ્ય દીઠ બે બે માસ્ક આપવામાં આવે અને એક માસ્કની કિંમત રૂા.5નો અંદાજ કરીએ તો પણ કુલ રૂા. 2.50 લાખ જેટલો જ ખર્ચ થાય. તો શું કોરોનાને કાબુમા લેવા માટે પાલિકા આટલું ન કરી શકે? જો કરોડોના બજેટ મંજુર થાય છે તો કોરોનાને કાબુમા લેવા આટલું ન થાય? લાગતા વળગતા કામોને જ પાસ કરવામા આવે છે અને એક હથ્થુ શાસન ચાલી રહ્યું હોય એવું દેખાય છે. - સંકેત પટેલ, કોર્પોરેટર, HSP

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો