કાર્યવાહી:પાદરા પાસેથી દારૂના જથ્થા સાથે રાજસ્થાનનો બૂટલેગર ઝડપાયો

પાદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ, કાર, મોબાઈલ સહિત કુલ 3.39 લાખનો મુદ્દામાલ જપ્ત

પાદરા ની સાંગમા કેનાલ પાસે એલસીબી પોલીસે ગત મોડી રાતના વોચ ગોઠવી રૂપિયા 1,34,400 ના કિંમતનો વિદેશી દારૂ મોબાઈલ એક 5,000 સફેદ કલરની મારુતિ અલ્ટો ગાડી 2 લાખ મળી કુલ રૂપિયા 3,39,400નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરી રાજસ્થાનના ભુપેન્દ્રસિંહ સિસોદિયાને હેરાફેરી કરતા ઝડપી પાડ્યો હતો. વડોદરા જિલ્લા એલસીબીપોલીસે પેટ્રોલિંગમાં હતા તે વખતે ચોક્કસ મળેલી બાતમીના આધારે કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સમિયાલાથી પાદરા થઈ જંબુસર તરફ અલ્ટો ગાડીમાં જનારો છે.

જે બાતમીના આધારે પાદરા નજીક સાંગમાં કેનાલ પાસે એલસીબી પોલીસે વોચ ગોઠવી સફેદ કલરનીઅલ્ટો ગાડીને અટકાવી ચાલાક ભુપેન્દ્રસિંહ કલ્યાણસિંહ સિસોદિયા મૂળ રાજસ્થાનની એલસીબી પોલીસે સફેદ અલ્ટો તપાસ કરતા રૂા. 1,34,400ની કિંમતની ધરાવતી 28 નંગ પેટીમાં 1344 પાઉચ મળી આવેલ હતા.

પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ ફોન 5,000 અલ્ટો ગાડી 2,00,000 મળી કુલ 3,39,400ના મુદ્દા માલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ દારૂનો જથ્થો રાજસ્થાનના રહેવાસી લાલસીંગ ચૌહાણ આપ્યો હોવાનું પાદરા જંબુસર રોડ ખાતે લાલસિંગના કહેવાથી ડીલેવરી કરવાની હતી અને દારૂના જથ્થાની હેરાફેરી કરનાર ચાલક ભૂપેન્દ્રસિંહ સિસોદિયાને પકડી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...