પાદરા તાલુકાના એકલબારા ગામની સીમમાં આવેલ બોડાલ કેમિકલ કંપનીમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વાસવાણી ગામે રહેતા 21 વર્ષનો અર્જુન બચુ ગણાવા મજૂરી કામ કરતો હતો મજૂરી કરતા યુવકને કેમિકલ કંપનીમાં આવેલા શેડના પતરા બદલવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જેથી તે પતરા બદલી રહ્યો હતો. તે દરમિયાન છતનું પતરું તૂટી જવાથી અર્જુન ગણાવા શેડ ઉપરથી જવાથી જમીન ઉપર ધડાકાભેર ફટકાયો હતો.
નીચે ફટકાતા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સારવાર માટે પાદરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપી તેને વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ સંદર્ભે પાદરા પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.