પાદરાના મોભા ગામ ખાતે મા લીલાગરી ચેરીટેબલ ટ્રસ્ટ અને મેહુલ અમીન દ્વારા પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. જેમાં 9 યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા.પાદરાના મોભાગામ ખાતે મા લીલાગરી ચેરીટેબલ ટ્રસ્ટ અને મેહુલ અમીન દ્વારા મોભા ખાતે પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા. જેમાં સૌ પ્રથમ વખત એક સાથે 9 વરરાજાના વરઘોડો નીકળ્યો હતો. જેને જોવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
જે પૂર્વે રવિવાર રાતે મોભાના લીલાગરી માતાજીના મંદિરને 3 લાખના ફૂલથી શુશોભીત કરવામાં આવ્યું હતું. તથા આંગણે લીલુડો માંડવો યોજાયો હતો. જેમાં ભુવાજીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ લીલુડો માંડવો અને લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરનાર મેહુલ અમીનનું સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ કાર્યકમ સેવા આપનાર યુવક મંડળના કાર્યકરોએ જયઘોષ કર્યા હતા. સોમવારના રોજ યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડનાર વરરાજાઓનો વરઘોડો ગામના સ્વામિનારાયણ મંદિરથી નીકળ્યો હતો.
જે વાજતે ગાજતે લગ્ન મંડપે આવી પહોંચતા વિધિવત રીતે લગ્ન મંડપમાં લાવવામાં આવ્યા હતા. એક માંડવા નીચે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવના આ રૂડા પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતા યુગલોને આશીર્વાદ આપવા માટે બરોડા ડેરીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય દિનુમામા તથા મુખ્ય આયોજક મેહુલ અમીન, કમલેશ અમીન પ્રશાંત પંડ્યા, ઉમેશ પટેલ તથા મોભા ગામના આગેવાનોમાં સંતકમલ પટેલ તથા હરેશભાઇ પટેલ સહિત તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા હાર્દિકભાઈ પટેલ સહિતના મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.