તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પાદરામાં જુગાર રમતાં 11 પૈકી 8 ઝડપાયા, ઘાયજમાં 14360નો મુદ્દામાલ જપ્ત, 5 પકડાયા, 3 ફરાર : નરસિંહપુરામાં 3 ઝડપાયાં

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાદરા પોલીસ સ્ટાફના નવનીતભાઈ પોલીસ મથકે હાજર હતા. તે દરમ્યાન અંગત રીતે મળેલી બાતમીના આધારે ઘાયજ ગામે ટેકરાવાળા મહાદેવ મંદિરના ઓટલા ઉપર કેટલાક ઈસમો હાર-જીતનો જુગાર રમે છે. બાતમીના આધારે પોલીસે રોડ પાડતા સ્થળ પરથી 5 જુગારીઓ પકડાઈ ગયા હતા. જ્યારે અન્ય 3 જુગારીઓ અંધારાનો લાભ લઇ સ્થળ પરથી નાસી ગયા હતા. રેડ દરમ્યાન અંગજડતીના 10,960, દાવ ઉપરના રોકડા રૂા.3400 મળી કુલ 14,360ના મુદ્દામાલ સાથે 8 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જેમાં કિરણ પટેલ, અજય પટેલ, સહદેવ બારીયા, સચિન વસાવા, વિમલ પટેલ, લાલીપો વસાવા, ખોડસંગ પરમાર, સંજય પરમારનો સમાવેશ થાય છે. જ્યારે નરસિંહપુરાની સીમમાં ઝાડ નીચે જુગાર રમતા 3 જુગારીઓને વડુ પોલીસે રૂા. 310ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

રાજપુરામાં જુગાર રમતા 6 ખેલી ઝડપાયા
ચાંદોદ :
25 ઓગસ્ટ બુધવારના રોજ ચાંદોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇને બાતમી મળી હતી કે ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા રાજપુરા ગામે ભાથુજી મંદિરના ઓટલા પર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પાના-પત્તા વડે હાર-જીતનો શ્રાવણિયો જુગાર રમી રહ્યા છે. જે અનુસંધાને ચાંદોદ પીએસઆઇ અને સ્ટાફે બાતમી વાળી જગ્યાએ દરોડો કરી જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડી પાડ્યા હતા અને દાવ ઉપરના રોકડ રૂપિયા 2250 અંગ ઝડતીના 8200 રૂપિયા મળી કુલ 10450ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સાથે શ્રાવણીયો જુગાર રમતા (1) કલ્પેશ ડાહ્યાભાઇ બારિયા (2) રમેશ મણિલાલ બારીયા (3) કાભય ભાઈ મનસુખભાઇ વસાવા (4) રમેશ શનાભાઇ વસાવા (5) મગન કંચનભાઈ વસાવા અને (6) કિરીટ શામળભાઈ બારીયા તમામ રહે રાજપુરાના વિરુદ્ધ જુગારધામની કલમ 12 મુજબનો ગણનાપાત્ર કેસ દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...