લોકડાઉન:પાદરામાં તંત્રની બેદરકારીના કારણે ધક્કા ખાઈ રહેલા 70 બંગાળી શ્રમિકો

પાદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યાદી ગુમ થઈ જતા 21 દિવસથી પાદરા નગરપાલિકા અને મામલતદાર કચેરીએ ધક્કા ખાવાનો વારો
  • મોકલેલ યાદીમાં ગુજરાતી અને અંગ્રેજી શબ્દોમાં ફેરબદલ થયા હોવાનું પ્રથમ દૃષ્ટિએ બહાર આવ્યું

પાદરામાં વસતા 70 શ્રમિકો દ્વારા પાદરા નગર પાલિકામાં પોતાના વતન જવા માટે રજિસ્ટેશન કરાવ્યું હતું. જોકે તે રજિસ્ટેશન નગર પાલિકાએ મામલદાર કચેરીને સોંપવાનું હોય છે. જે પાદરા નગર પાલિકાએ મામલદાર કચેરીને મોકલી આપવામાં આવ્યું હોવા છતાં આજે 22 દિવસથી પોતાના વતન જવા માટે શ્રમિકો મામલદાર કચેરી અને પાદરા નગર પાલિકામાં ધરમના ધક્કા ખાઈ રહ્યા છે.

તંત્રની બેદર કરીના કારણે 70 શ્રમિકો પોતાના વતન જવા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે બાબતે તમામ શ્રમિકો દ્વારા આજે પાદરા નગર પાલિકાના ઉપ પ્રમુખ સચિન ગાંધીને પોતાની વ્યથા જણાવતા સચિન ગાંધીએ તાત્કાલિક પાદરા મામલદાર જી. ડી. બારીયાનો સંપર્ક કરી આ બાબતે કાર્યવાહી કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે પાદરા નગર પાલિકા દ્વારા આ યાદી ગુજરાતી શબ્દોમાં મોકલવામાં આવી હતી. જયારે મામલદાર કચેરીમાં આ યાદી અંગ્રેજી શબ્દોમાં હોવાના કારણે ફેર બદલ થયા હોવાનું પ્રથમ દૃષ્ટિએ બહાર આવ્યું છે. જોકે સમગ્ર મામલે સચિન ગાંધીએ તમામ શ્રમિકોને આશ્વાસન આપતા કોઈપણ સંજોગોમાં તેમની મદદ કરી વતન મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...