તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાદરા-વડુમાં શ્રાવણનો જુગાર રમતા 66 જુગારિયા ઝડપાયા, 2 મોબાઇલ, 2 વાહન સહિત રૂા.2,04,060નો મુદ્દામાલ જપ્ત

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાજપુરાથી 9 જુગારિયા રૂા.65,500ના મુદ્દમાલ સાથે ઝબ્બે

પાદરા વડુ પંથકમાં શ્રાવણનો જુગાર રમતા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી હતી. જેમાં પાદરામાં ચાર, વડુમાં નવ કેસ કર્યા હતા. જેમાં 66 ઈસમો શ્રાવણીઓ જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયા હતા. જેમાં 2 મોબાઈલ, 2 ટુ વહીલર સહિતના મુદ્દામાલનો સમાવેશ થાય છે. પાદરા વડુ પંથકમાં 13 સ્થળે શ્રાવણીઓ જુગાર પર દરોડા પાડી જુગાર રમતા 66 ઇસમોની પાસેથી રૂ.2,04,060/-થી વધુ મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી. શ્રાવણીઓ જુગાર રમતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

જ્યારે પાદરા પોલીસે તાજપુરા ગામમાં આવેલા અનીલ પટેલ માજી સરપંચના ખેતરનાં સેઢા પર ચાલી રહેલા જુગારધામ પર રેડ પાડીને 9 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં રોકડ રૂ 18.500નો મુદામાલ ઝડપી પાડવા આવ્યો હતો. જેમાં 9 જુગારીઓ સાથે બે ટુ વહીલર તથા બે મોબાઈલ સહિતના કુલ રૂા.65,500નો મુદામાલ ઝડપાયો હતો. જેમાં 1. કનું ગોપાલભાઈ કાછીયા-મંત્રી ભાજપ યુવા મોરચા, અંબિકા સો. પાદરા, 2. હિમાંશુ (પીન્ટુ) ગોપાલભાઈ કાછીયા, અંબિકા સો. પાદરા, 3. જતીન પટેલ, તાજપુરા, 4. વૈભવ ચંદુભાઈ પટેલ, ધ્વાર્કેશ સો., પાદરા, 5. રાણા સુનીલ સુરેશભાઈ, રાણાવાસ, છીપવાડ, પાદરા, 6.સંજય મોતીભાઈ ચૌહાણ, અને વેનીયાપુરા, 7.મયુર(જોન્ટી) સોની, શિવશક્તિ બંગ્લોઝ સહીતના 9 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...