ધરપકડ:પાદરાના વીરપુર ગામે સુગર ફેક્ટરી સામે જુગાર રમતાં 6 ઝડપાયા, 1 ફરાર

પાદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂા.12,660નો મુદ્દામાલ જપ્ત, 7 ઈસમો સામે જુગાર ધારા કલમ મુજબ કાર્યવાહી

પાદરાના વીરપુર ગામે સુગર ફેક્ટરીના ગેટની સામે ખુલ્લી જગ્યામાં પત્તા પાના હારજીતનો જુગાર રમતા પાદરા પોલીસે 12,660ના મુદ્દામાલ સાથે 7 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. રેડ દરમ્યાન 6 જુગારીઓને પકડી પડ્યા હતા. અને એક જુગારી નાસી જવામાં સફળ થતા તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરેલા છે.

પાદરાથી કરજણ જવાના રોડ પર વીરપુર ગામની સીમમાં હારજીતનો જુગાર રમાય છે. તેવી બાતમી પાદરા પોલીસને મળતા પાદરાના પી.આઈ. પી.ટી. જયસ્વાલ તથા સ્ટાફના માણસોએ વિસ્તારને કોર્ડન કરી રેઇડ કરતા કુંડાળું કરીને હારજીતનો જુગાર રમતા જુગારીઓને પકડવા જતા નાસભાગ મચી ગઇ હતી. જેમાં 6 ઇસમોને પકડી પાડ્યા હતા. અને એક જુગારી નાસી જવામાં સફળ થયો હતો.

પોલીસે રેડ દરમ્યાન દાવ પરના 1250 રૂપિયા રોકડા મળી કુલ 12660નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે 7 સામે કાર્યવાહી કરી હતી. જેમાં હાર્દિક ઉર્ફે પિન્ટુ પટેલ રહે.લકુલેશ નગર સોસાયટી પાદરા, વિજય માળી રહે. વિશ્વકર્મા સોસાયટી, પાદરા, શ્રેયસ પ્રજાપતિ રહે. રામવીજય સોસાયટી, પાદરા, વસીમભાઈ શેખ રહે. મસ્તમપુરા, પાદરા, જીગ્નેશ પટેલ રહે. વડોદરા, ઇલ્યાસ પરમાર રહે. નવીનગરી, સરસવણી, સલીમ રૂસ્ટમ મલેક રહે, સરસવણીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...