ખેડૂતો હતાશ:પાદરા-વડુ પંથકમાં વધુ પડતા વરસાદના કારણે 50% પાકને નુકસાન : ઘાસચારો પણ ના બચ્યો

પાદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ પાકો અને શાકભાજી પણ ખાવા લાયક ના રહે તેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો હતાશ
  • સરકાર તંત્ર દ્વારા ખેડૂતોના ખેતરમાં સર્વે કામગીરી હાથ ધરી સહાય ચૂકવવામાં આવે તેવી માગ

પાદરા વડુ પંથકમાં પછોતરા વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. વિવિધ પાકો શાકભાજી તો ઠીક ઘાસચારો પણ હાલ તો પશુઓને ખાવા લાયક નથી. જેને લઈને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર તરફથી સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માગ જોવા મળી છે. વડોદરા જિલ્લાના પાદરા-વડુ-પંથકના ખેડૂતોએ બાજરી, કપાસ, શાકભાજી, તુવેર સહિતનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કર્યું હતું. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો, ખાતર, દવાનો છંટકાવ સાથે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

સારા પાકની આશાએ ખેડૂતોએ ખુબજ મહેનત કરી હતી. પરંતુ પાછોતરા વરસાદના કારણે ખેતીના પાકો સહિત શાકભાજી પલળી કાળી પડી જવા આવી છે. ઘાસચારો પણ બગડી ગયો હોવાથી પશુઓ પણ ખાઈ શકે તેમ નથી. ખેતીના પાકને વ્યાપક નુકસાનના કારણે જ્યારે ખેડૂતો બજારમાં વેચવા જાય છે ત્યારે તેનો યોગ્ય ભાવ પણ મળતો નથી. આ અંગે ખેડૂતોમાંથી જાણવા મળતી વિગત મુજબ પાદરા વડુ પંથકના વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં પાકોનું વાવેતર થયું હતું.

પહેલો વરસાદ પાછો ખેંચાયો ત્યારે મહામહેનતે મોંઘીદાટ દવાઓ ખાતર અને બિયારણ નાખી પાક જીવંત રાખ્યો હતો. પરંતુ ભાદરવા મહિનામાં પડેલા પછોતરા વરસાદના કારણે તૈયાર થયેલો પાક બગડી ગયો છે. પાક ખેતરમાં જે બગડી ગયા છે તેનાથી પણ ખેડૂતોના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો થયો છે. હજી આગામી દિવસોમાં વરસાદની આગાહી થઈ રહી છે. ત્યારે બચેલી પાક પણ નાશ પામશે ખેડૂતોને આ વર્ષે પણ ખુબજ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવે તેવી માગ જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...