અકસ્માત:લક્ઝરી ચાલકે કાર, 2 બાઈકને અડફેટે લેતાં 5ને ગંભીર ઈજા

પાદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
અકસ્માત બાદ કાર ગટરમાં પલટી ખાઈ ગઈ હતી. - Divya Bhaskar
અકસ્માત બાદ કાર ગટરમાં પલટી ખાઈ ગઈ હતી.
  • પાદરા-જંબુસર રોડ પર વડુ ગામ પાસે અકસ્માત સર્જાયો

પાદરા વડુ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એકસાથે લક્ઝરી બસ ફોર વ્હીલર ગાડી બે બાઈક મળી કુલ 4 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત થયો હતો. વડોદરાના રેવા પાર્ક સોસાયટી, માંજલપુર ખાતે રહેતા રજનીકાંત રામજીભાઈ પટેલ, પત્ની ઉષાબેન અને સાડાવેલી મીતાબેન પટેલ કરખડી ગામે દીકરી મેઘાબેનને ત્યાં કથા રાખેલ હોઇ ફોર ગાડીમાં બેસીને કથામાં ગયા હતા. કાર્યક્રમ પતાવી પરત માંજલપુર જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન પાદરા-જંબુસર રોડ પર વડું પાસે પેટ્રોલ પંપ નજીક ફોર વ્હીલર ગાડીને પાછળથી પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે ટક્કર મારતા ગાડી ટ્રેક ઉપર જતા મહુવડ તરફથી આવતા બે બાઈક ચાલકને ધડાકા અથડાઈ હતી. બાદમાં ગાડી ગટરમાં પલ્ટી ખાઈ જતાં ચાલક સીટ બેલ્ટ ખોલી ગાડીની બહાર નીકળ્યો હતો.

દરમિયાન થોડું ભેગા થતા લક્ઝરી ચાલક પાદરા તરફ નાસી ગયો હતો. જ્યારે બીજો બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થવા પામી હતી. 108માં બે મહિલાઓ સહિત પાંચ જણાને વડુ સરકારી દવાખાનામાં ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી રજનીકાંત પટેલે આપેલી ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઘટના દરમિયાન લોકટોળાં ભેગા થવા પામ્યા હતા અને ટ્રાફિકજામ થઇ જવા પામ્યો હતો.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓ
રજનીકાંત રામજીભાઈ પટેલ, પત્ની ઉષાબેન રજનીકાંત પટેલ, સાળાવેલી નીતાબેન પટેલ, વિજય પઢીયાર, પ્રકાશ મકવાણા.

અન્ય સમાચારો પણ છે...