તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પાદરા પાલિકામાં 4, તાલુકા પંચાયતમાં 27 અને જિલ્લા પંચાયતના 6 ફોર્મ રદ; ભાજપા, કોંગ્રેસ, RSP અને અપક્ષો વચ્ચે જંગ જામશે

પાદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
મામલતદાર કચેરી ખાતે નગર પાલિકાના ફોર્મની ચકાસણી - Divya Bhaskar
મામલતદાર કચેરી ખાતે નગર પાલિકાના ફોર્મની ચકાસણી
  • વોર્ડ નંબર 4ના RSPના ભાવેશ પટેલનું ફોર્મ પણ રદ થયું
  • ડભોઇ પંથકમાં યોજાનારી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ

હાલની પરિસ્થિતિ જોતા પાદરા નગર પાલિકામા ચતુષ્કોણીય જંગ દેખાઈ રહ્યો છે. જેમાં ભાજપા, કોંગ્રેસ, આરએસપી અને અપક્ષો વચ્ચે જંગ જામશે. આરએસપી અને મુખ્યત્વે અપક્ષોએ ભાજપાના અસંતુષ્ટો છે. પાદરા નગર પાલિકાના 7 વૉર્ડની 28 બેઠકો, તાલુકા પંચાયતની 26 બેઠકો અને જિલ્લા પંચયાતની 6 બેઠકો પર આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીમાં 13મી ફેબ્રુઆરીના દિવસ સુધી ઉમેદવારોએ ભરેલા ફોર્મની ચકાસણી સોમવારના રોજ નગર પાલિકા માટે પાદરા મામલતદાર કચેરી ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી આર.એસ. ઠુમ્મરની અધ્યક્ષતા અને ઉમેદવારોની હાજરીમાં વૉર્ડ પ્રમાણે તબક્કાવારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાદરાનગર પાલિકામાં કુલ 85 ફોર્મ પૈકી 3 ઉમેદવારી પત્રો અમાન્ય અને 1 રદ મળી કુલ 4 ફોર્મ રદ થયા હતા. જે બાદ 81 ઉમેદવારો રહ્યા. જેમાં 3 ઉમેદવારોના ફોર્મમાં સંબધિત પક્ષ દ્વારા મેન્ડેટ નહિં મળતા રદ કરવામાં આવ્યા હતા.

પાદરાના વોર્ડ નંબર 4માં આરએસપીમાંથી ઉમેદવારી નોંધાવેલા ભાવેશ પટેલની ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચયાત 26 અને 6 જિલ્લા પંચયાતની બેઠકો માટે ફોર્મ ચકાસણી પ્રક્રિયા તાલુકા પંચયાત કચેરી ખાતે કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચયાતની 26 બેઠકો માટે કુલ 103 ફોર્મ ભરાયા હતા. જે પૈકી ફોર્મ ચકાસણી દરમિયાન 27 ફોર્મ રદ થયા હતા. જે બાદ 76 ઉમેદવારો રહ્યા, જિલ્લા પંચયાત બેઠકો 6 માટે કુલ 22 ફોર્મ ભરાયા હતા. જે પૈકી 6 ફોર્મ રદ થયા હતા. જે બાદ 16 ઉમેદવારો રહ્યા હતા. મંગળવારના રોજ ઉમેદવારી પરત ખેચાવનો દિવસ હોય બપોર 3 વાગ્યા બાદ ચૂંટણીના ઘોડા પર સવાર વરરાજા નક્કી થઈ જશે જે જનતા વચ્ચે મત માંગવા જશે.

ડભોઈ પાલિકામાં 105, જિ.પંમાં 14, તા.પં.માં કુલ 56 ઉમેદવારો મેદાનમાં
ડભોઇ શહેર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણીના દિવસે દરેક ફોર્મ મંજૂર થયા હતા. જ્યારે રાજકીય પક્ષોના મેન્ડેટ રજૂ થતા તેમના દ્વારા ભરાયેલા ડમી ઉમેદવારના ફોર્મ રદ થતાં હવે નગરપાલિકામાં 105, જિ.પં.માં 14 જ્યારે તાલુકા પંચાયતમાં 56 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે કેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે બાદ કેટલા ઉમેદવારો મેદાનમાં છે તેનો ખ્યાલ આવશે.

ડભોઇ પાલિકા ચૂંટણીમાં 36 બેઠક માટે 180 ફોર્મ રજૂ થયા હતા. ચકાસણીના દિવસે રાજકીય પક્ષોના ડમી ઉમેદવારીપત્ર રજૂ થયા હતા. તેના મેન્ડેટ આવતાં આપોઆપ રદ થતાં હવે પાલિકાની ચૂંટણીમાં 105 ઉમેદવાર છે. જ્યારે તા.પં.ની 20 બેઠકો માટે 84માંથી 56 તેમજ જિ.પંચાયતની 4 બેઠકો માટે 14 ઉમેદવારો મેદાનમાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો