તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં આનંદ:પાદરામાં 35 મિમી વરસાદ થતાં ઠંડકનો માહોલ સર્જાયો

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાદરા વડુ પંથકમાં 3 દિવસ દરમ્યાન વિરામ ફરમાવતા સૌના મનમાં ચિંતાના વાદળો છવાયા હતા. પરંતુ રવિવારની મોડી રાતના તેમજ સોમવારે બપોરના સમયે વરસાદી વાતાવરણ સર્વત્ર મેઘ મહેર થવા પામી હતી. સમગ્ર પાદરા પંથકમાં સર્વત્ર વરસાદ વરસતા ખેતરોમાં રાહત વર્તાઈ હતી. ખેડૂતોએ કરેલી વાવણીને જીવનદાન મળતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. ગત મોડી રાતનાં સાંબેલાધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મુખ્ય માર્ગ પર પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી. 35 મિમી જેટલો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામ્યું હતું.

પાદરા વડુ પંથકમાં સમગ્ર વિસ્તારોમાં વરસાદી વાતાવરણ બનતા સર્વત્ર મેઘ મહેરના પગલે ખેતરોમાં વાવેતર કરાયેલા ખરીફ પાક મુરઝાતો બચી જવા પામ્યો હતો. પાદરા માંવહેલી સવારથી વરસાદી માહોલ રહ્યો હતો. આખો દિવસ બફારો અને ઉકળાટનો માહોલ રહ્યા બાદ વરસાદની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી. તાજેતરમાં ભારે વરસાદના પગલે વરસાદમાં જ ભરાયેલા પાણીના કારણે લોકો હેરાન પરેશાન થયા હતા. એજ પ્રકારની સ્થિતિ ગઈ કાલે મોડી રાતના પણ થવા પામી હતી. જોકે વરસાદના પગલે લોકોને ગરમી અને બફારાના મહોલથી છુટકારો મળ્યો હતો. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અનેક જગ્યાએ વીજળી દુલ થતાં લોકો હેરાન પરેશાન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...