ઉજવણી:પાદરા ગાંધીચોકમાં શ્રીરામ ચરણદાસજી મહારાજનો 302મો પ્રાગટ્ય મહોત્સવ

પાદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રભાતફેરી, વાણી પાઠ, રામ ધૂન, દીપ પ્રાગટ્ય, તેમજ મહા આરતી યોજાઇ

પાદરા ગાંધીચોક બજારમાં આવેલ રામ દ્વારા મંદિરમાં રામ સ્નેહી સંપ્રદાયીના મહા પ્રભુ સ્વામી શ્રીરામ ચરણદાસજી મહારાજની 302માં પ્રાગટય મહોત્સવ નિમિત્તે પાદરા રામદ્વારા મંદિર ખાતે પ્રભાતફેરી, વાણી પાઠ, રામ ધૂન, દીપ પ્રાગટ્ય, તેમજ મહા આરતી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો, 302 દીવાની મહાઆરતી સહિતના કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

પાદરાના રામ દ્વારા મંદિર ખાતે મહાપ્રભુ સ્વામીજી રામચરણજી મહારાજના પ્રાગટ્ય દિન નિમિત્તે નિવેદક રામ સ્નેહી સદગુરુ પરિવાર પાદરા દ્વારા વહેલી સવારે પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નગરના મુખ્ય માર્ગ પર ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાઈ ભક્તો જોડાયા હતા. દરમિયાન સમગ્ર નગરમાં ભક્તિનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ સવારે 11 કલાકે વાનીપાઠ અને બપોરે 4:00થી 6:30 કલાક દરમિયાન રામધૂનનો કાર્યક્રમ રાખ્યો હતો અને સાંજે દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાયો હતો.રામદ્વારા મંદિરના ભક્તોએ મોટી સંખ્યામાં મહાઆરતીનો લહાવો લીધો હતો. મહા પ્રસાદીનું આયોજન પણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...