વિદ્યાર્થિનીઓમાં ફફડાટ:પાદરાની ગર્લ્સ હાઈસ્કૂલના 3 શિક્ષિકો પોઝિટિવ આવતા 7 દિવસ માટે શાળા બંધ

પાદરા,શિનોર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોક્સી કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલમાં ધો. 10, 11 અને 12ની 300 વિદ્યાર્થિનીઓમાં ફફડાટ
  • પાદરામાં રોકેટ ઝડપે રોજેરોજ કોરોના કેસ વધી રહ્યા છે
  • શિનોર તાલુકામા 10 દિવસમાં 14 પોઝિટિવ કેસ નોંધાયા

પાદરા નગરપાલિકા સંચાલિત શ્રી ચોક્સી કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલના 2 શિક્ષિકા સહિત કુલ 3 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે. શાળાના 3 શિક્ષકોને કોરોનાનું સંક્રમણ લાગતા 7 દિવસ માટે શાળા બંધ કરવામાં આવી છે. પાદરા કે. કે. ગલ્સ હાઇસ્કૂલ ધોરણ 1થી 12ના વર્ગો ચાલે છે. જેમાં 1થી 9માં સરકારની ગાઈડલાઈન મુજબ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું અને હાલમાં ધોરણ 10, 11 અને 12મા વર્ગો ચાલુ હતા. જેમાં રવિવારે ચોક્સી ગર્લ્સ સ્કૂલના શિક્ષકોને કોરોના થતાં દોડધામ મચી ગઇ હતી. 3 શિક્ષકોના સક્રિય થતા શાળામાં ધો 10, 11 અને 12મા અભ્યાસ કરતી 300 જેટલી વિદ્યાર્થિઓના વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

પાદરામાં રોકેટ ઝડપે રોજેરોજ કોરોના કેસ વધી રહ્યા છે. શુક્રવારે સરકારી દવાખાનામાં 3 કર્મચારીઓ, શનિવારે સેજાકુવા ગામે બેંકના કર્મચારીઓ, રવિવારે પાદરા નગરપાલિકા સંચાલિત ચોક્સી કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષકોના આવ્યા હતા. જેને લઈ પાદરા શહેર તાલુકામાં હાહાકાર મચી જવા પામ્યો છે આ બાબતે પાદરા પાલિકા પ્રમુખ પ્રવક્તા ચૈતનયસિંહ ઝાલાએ જણાવ્યું હતું નગર પાલિકા સંચાલિત ચોક્સી કે.કે. ગલ્સ હાઇસ્કૂલના 3 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

જેથી તાત્કાલિક અસરથી ધોરણ 10 ,11 અને 12મા અભ્યાસ કરતી 300 જેટલી વિદ્યાર્થિઓનું હવે ઓફલાઈન શિક્ષણ બંધ કર્યું છે અને 7 દિવસ સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જે વિદ્યાર્થિનીઓ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે અને શાળાને 7 દિવસ બંધ કરવા માટે જણાવ્યું હતું.

પાદરા શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સાથે હવે કોરોનાએ પાદરાના શૈક્ષણિક આલમમાં નગરપાલિકા સંચાલિત શાળામાં કોરોના આવતા પાદરામાં દર્દીઓની સંખ્યામાં કોરોના કેસની સંખ્યા 24 થવા પામી છે. જ્યારે આજે પણ આરોગ્ય તંત્ર સક્રિય દર્દીઓની સંખ્યા 4 હોવાનું જણાવે છે. તારીખ 4 જાન્યુઆરીના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ 5 દિવસમાં કોરોનાની સંખ્યા બિનસત્તાવાર રીતે 24 ઉપર પહોંચી જવા પામી છે

કોરોનાની રોકેટ ગતિમાં વધારાના પગલે તંત્રની ઊંઘ હરામ થઈ જવા પામી છે. તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી .આરોગ્યતંત્ર દ્વારા વિતેલા 24 કલાક દરમિયાન આરટીપીસીઆર 350 તેમજ રેપિ૰ એન્ટિજનના180 ટેસ્ટ પાદરા શહેર તાલુકામાં કરવામાં આવ્યા હતા. પરંતુ તમામ કેસ નેગેટીવ આવતા તંત્ર હાશકારો અનુભવ્યો હતો.

પુનિયાદમાં 1, સતિસાણામાં યુવતી કોરોના પોઝિટિવ
શિનોર તાલુકામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. પુનિયાદમાં એક તથા સતિસાણા ગામમાં માત્ર 18 વર્ષની યુવતી પોઝિટિવ આવતા તંત્ર દ્વારા હોમ કોરોન્ટાઈ કરાયા છે. આમ શિનોર તાલુકામા 10 દિવસમાં કુલ 14 કોરોના પોઝિટિવ કેસ થયાં છે.

શિનોર આરોગ્ય તંત્ર હાલ કોરોના વેક્સિનેશનના કામમાં વ્યસ્ત છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરના સપાટાના આરોગ્યના બે કર્મીઓ પોઝિટિવ આવ્યા પછી પુનિયાદ ગામ હાલ હોટસ્પોટ બનેલ છે. સરકારી RTPCR ટેસ્ટિંગમાં પ્રથમ 5 પછી અન્ય 3 પોઝિટિવ આવતા ગઈ કાલે મોટા ફોફળિયામાં વધુ એક સ્ત્રી પોઝિટિવ આવતા કુલ 11 કેસો નોંધાયા પછી સતિસાણા ગામે સુમનદીપમાં ભણતી 18 વર્ષની યુવતી પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઇન થયેલ છે. પુનિયાદના વધુ એક વ્યક્તિ આજે એન્ટીજન રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવતાં હોમ ક્વોરન્ટાઇન થયાં છે.

આમ અવાખલ 2, પુનિયાદ 9, મોટાફોફળિયા, તેરસા, સતિસાણા 1-1 મળી તાલુકામાં કુલ 10 દિવસમાં 14 કોરોના પોઝિટિવને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. હોમ ક્વોરન્ટાઇન થયેલા ઈસમો માત્ર દેખાડો પૂરતા ક્વોરન્ટાઇન થઈ ખુલ્લામાં હરે ફરે છે અને સંક્રમણ વધારે છે.

અન્ય સમાચારો પણ છે...