કોરોના સંક્રમણ:પાદરામાં 3, શિનોરમાં 2, નસવાડીમાં 1 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ

પાદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માસર રોડના સરકારી દવાખાનાના ડોક્ટર, 2 કર્મચારી સંક્રમિત : તાલુકા મથકો બાદ હવે તાલુકાના ગામોમાં કોરોનાનું સંક્રમણ શરૂ
  • પાદરા આરોગ્ય તંત્ર દ્વારા 369 Rtpcr અને 224 એન્ટિજન ટેસ્ટ કરાતા તમામનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને રાહત

પાદરા શહેર બાદ હવે પાદરા તાલુકાના માસર રોડ ગામે સરકારી દવાખાના ડોક્ટર તથા અન્ય બે સ્ટાફના કર્મચારીઓ મળી કુલ 3 લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાની માહતી પાદરા માસર રોડ ગામેથી મળી છે. પાદરા આરોગ્યતંત્ર દ્વારા દર્દીઓની સંખ્યા બતાવે છે. ત્યારે બીન સત્તાવાર રીતે કોરોનાના 18 કેસ હોવાનું જાણવા મળે છે.

માસર રોડના સરકારી દવાખાનાના ડોકટર તથા અન્ય 2 કર્મચારી કોરોનાથી સંક્રમિત હોવા છતાં હજી સુધી પાદરા આરોગ્ય પુષ્ટિ આપતી નથી. જેઓને હોમ ક્વોરેનટાઈન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. સરકારી દવાખાના ડોક્ટર અને સ્ટાફને કોરોના થતા માસર રોડ ગામે પગ પેસારો થતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાદરા શહેર તાલુકામાં કોરાનાની બીજી લહેરમાં પણ ઝડપથી પ્રવેશ કર્યો છે. ત્યારે ફરી એક વખત પાદરા આરોગ્ય તંત્ર દ્વારા પણ વધુ પ્રમાણમાં કોરોના ન ફેલાય તે માટે પાદરા આરોગ્ય તંત્ર નાગરિકોના કોવીડ -19 પ્રોટોકોલનો પાલન કરવા અનુરોધ કર્યો છે.

પાદરા આરોગ્ય તંત્ર દ્વારા વિતેલા 24 કલાક દરમિયાન આરટીપીસીઆરના 369 તેમજ રેપીડ એન્ટીજનના 224 ટેસ્ટ પાદરા શહેર-તાલુકામાં કરવામાં આવ્યા હતા. પરંતુ એક પણ કેસ પોઝિટિવ નહીં મળતા હાશકારો અનુભવ્યો હતો.

જોકે કોરોના પાદરામાં ત્રીજી લહેરના ભણકારાથી લોકોમાં વ્યાપક ભય અને ફફડાટનો માહોલ શરૂ થયો છે. જ્યારે હોમ ક્વોરેનટાઈન ગંભીરતા સમજી બહાર ન ફરે તે માટે તંત્રે સાવચેતીની દેખરેખ રાખે તે સમયની માગ છે. પાદરામાં આસપાસના ગ્રામિણ વિસ્તારના લોકો ખરીદી માટે ઉમટી પડી છે. જાહેરમાં સરકારની ગાઇડ લાઇનનો છડેચોક ઉલ્લંઘન થતો જોવા મળી રહ્યો છે. જેમાં લોકો બેફિકર માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે. તેમજ અન્ય જગ્યાઓ પર પણ બજારોમાં પણ અભાવ જોવા મળી રહ્યો છે. જોકે બિનસત્તાવાર કોરોના પોઝિટિવ કેસને પગલે તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...