છેતરપિંડી:પાદરામાં ATM કાર્ડમાં છેતરપિંડી કરી રૂપિયા ઉપાડતી ગેંગના 3 ઝબ્બે

પાદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરણમાળ ગામના વૃદ્ધના 2.54 લાખ ચાઉં કરતી ટોળકી નોઇડા દિલ્હીની

પાદરામાં એટીએમ કાર્ડમાં છેતરપિંડી કરી રૂપિયા ઉપાડી લેતી નોઈડા દિલ્હીની ટોળકીના 3 આરોપી ને પાદરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગત મહિનાની સાતમી તારીખે પાદરાના હરણમાળ પાસે એક વૃદ્ધને છેતરપિંડી કરી 2,54,000 રૂપિયા આરોપીઓએ ઉપાડી લીધા હતા. વૃદ્ધને પૈસાની જરૂર હતી તેથી તે ATMમાં ગયા હતા. જ્યાંથી તેમણે પોતાના પૈસા ઉપાડ્યા હતા. ત્યાં એક યુવક મોઢા પર રૂમાલ બાંધીને ઊભો હતો અને પોતે રૂપિયા ઉપાડવા આવ્યો હોય તેમ દેખાવ કરતો હતો. વૃદ્ધ પોતે જ્યારે પૈસા ઉપાડીને ATMમાંથી બહાર નીકળતા હતા.

ત્યારે આરોપીએ વૃદ્ધને કહ્યું હતું કે તમારું કાર્ડ બદલાઈ ગયું છે અને વૃદ્ધને ખોટું કાર્ડ આપી વૃદ્ધનું સાચું કાર્ડ લઈ આરોપી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આરોપીએ જિલ્લાના અલગ અલગ ATPમાંથી મળી રૂપિયા 2,54,000 વૃદ્ધના એકાઉન્ટમાંથી ઉપાડી લીધા હતા. આની જાણ વૃદ્ધને થતાં તેમણે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પાદરા પોલીસે વૃદ્ધની ફરિયાદને લઈને તપાસ હાથ ધરી હતી. જેમાં પાદરા પોલીસે દિલ્હીની નોઈડા ગેંગના 3 આરોપીની ધરપકડ કરી છે.

​​​​​​​અંકિતકુમારસિંહ ચૌધરી, સાગર ઉર્ફે અંકુર, જીતેન્દ્ર ઉર્ફે જીતુ ત્રણે આરોપી મૂળ બુદ્ધ નગર, ઉત્તર પ્રદેશ રાજ્યના હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ કેટલા ગુનામાં સંડોવાયેલા છે અને કેટલા લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે તે અંગે પાદરા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...