પાદરાના ચાણસદ ગામની સીમમાં ખલીપૂર રોડ પર અમીરના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં એલસીબી પોલીસના મુકેશ તથા હરીશ પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પત્તા-પાના-પૈસા વડે હાર જીતનો જુગાર રમતા 4 ઈસમોની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે રેડ દરમિયાન અંગજડતીના 2400 તથા દાવ ઉપરના રોકડા 1250 મળી કુલ 3650નો મુદ્દામાલ ઝડપી પાડી જુગારધારા કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે રેડ દરમિયાન 4માંથી 3ને ઝડપી પાડ્યા હતા. જેમાંથી ૧ જુગારી નાસી છૂટ્યો હતો. જુગાર રમતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
એલસીબી પોલીસે 4 સામે જુગારધારા કલમ મુજબ કાર્યવાહી કરી હતી. જેમાં જયંતીભાઈ ચંદુભાઈ માળી, સુનીલ મનુભાઈ પંચાલ, પંકજ નટવરભાઈ વણકર, જીકા પોચાભાઈ રાઠોડીયાનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.