પાદરાના જાસપુર ચોકડી પાસેથી એલસીબી પોલીસે અલગ અલગ જગ્યાએ કપડાના થેલા, રોકડ રકમ, ભરેલા પર્સ લેપટોપ, મોબાઈલ ફોનની ચોરીઓ કરતા ત્રણ ઈસમોને પકડી પાડ્યા હતા. રોકડા 24800 મોબાઈલ નંગ 3 - 15000 તેમજ પકડ - ડિસ્મિસ મળી કુલ રૂપિયા 39850ના મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સદર ઈસમો 12 જગ્યાએ ચોરી કરી જે મોબાઈલ ફોન ચોરી સસ્તા ભાવે વેચી દેતા હતા અને રોકડા રૂપિયા ઘર ખર્ચમાં વાપરી નાખતા હોવાનું જણાવ્યું હતું.
પાદરામાં એલસીબી પોલીસ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન 379 મુજબના ગુનો આચારનાર ઈસમો પૈકી મૂળ મહારાષ્ટ્ર અને તામિલનાડુના 3 ઈસમોન પકડી પૂછ પરછ કરતા બે દિવસ પહેલાં પાદરા મોટી શાક માર્કેટ પાસે મોબાઈલ ફોન - પાકીટની ચોરી કરી રોકડા 7000 પાંચેએ વહેંચી લીધા હોવાનું જાણવા મળ્યું હતું.
તે ઉપરાંત ત્રણ માસ અગાઉ કરજણ મેનરોડ ઉપર આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ઉપર પંચર પડેલ કારમાંથી પર્સની ચોરી, ડભોઇ એસટી ડેપોથી થોડી આગળ ફોરવીલ ગાડીનો કાચ તોડી અંદરથી લેપટોપ બેગની ચોરી. વગેરે મળી 12 જગ્યાએ ચોરી કરનાર પાંચ ચોરમાંથી 3ને ઝડપી લીધા હતા. જ્યારે 2ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પાંચે જણાં ચોરીની રકમ વહેંચી લેતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.