વેક્સિનેશન:પાદરામાં 25 દિવ્યાંગ બાળકોનું રસીકરણ કરાયું, ​​​​​​​પાદરાના વેક્સિનેશન સેન્ટર્સ પર દિવ્યાંગ બાળકો ઓન-સ્પોટ રજિસ્ટ્રેશનનો લાભ મેળવી શકશે

પાદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેક્સિનેશન મહાઅભિયાનમાં દિવ્યાંગ બાળકોનું વેક્સિનેશન. - Divya Bhaskar
વેક્સિનેશન મહાઅભિયાનમાં દિવ્યાંગ બાળકોનું વેક્સિનેશન.
  • કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન હેઠળ વિવિધ સેન્ટરો પર વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં

પાદરાના 15થી 18 વર્ષના દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરી ‘કોવિડ વેક્સિનેશન મહા અભિયાન’ અંતર્ગત કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. જેમાં 25 બાળકોએ રસી મૂકાવી હતી. અપંગના ઓજસ, ગુજરાત અને શ્રી જલા કેળવણી સેવા ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે પાદરા નગર તાલુકાના દિવ્યાંગ બાળકોને રસીકરણનો કાર્યક્રમ રખાયો હતો. જેમાં 15+ના 25 દિવ્યાંગોએ વેક્સિન લીધી હતી. ‘કોવિડ વેક્સિનેશન મહા અભિયાન’ અંતર્ગત પાદરાના વિવિધ સેન્ટરો પર હાલ વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

ત્યારે સમગ્ર પાદરાના વેક્સિનેશન સેન્ટર્સ પર દિવ્યાંગ બાળકો ઓન-સ્પોટ રજિસ્ટ્રેશન વેક્સિનેશનનો લાભ મેળવી શકશે. રસીકરણના આ કાર્યક્રમમાં અપંગના ઓજસ-ગુજરાતના પ્રમુખ શૈલેષ પંચાલ, સંસ્થાના પી.આર. ઓ.સંજયભાઈ બારીયા વગેરે હાજર રહ્યા હતા. બાળકોએ પણ સહકાર આપ્યો હતો.

વરણામા-પોરની શાળાના 681 તરુણોએ રસી મૂકાવી
વડોદરા તાલુકાની વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં આવતી શારદા સેવાશ્રમ મંદિર, વરણામા અને બળીયાદેવ હાઇસ્કુલ, પોરમાં અભ્યાસ કરતા 15 થી 18 વર્ષના અનુક્રમે 441 અને 240 મળી કુલ 681 તરુણોને બુધવારે કોવિડની રસી આપીને સુરક્ષિત કર્યા હતા. વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ અશોકભાઈ પટેલે રસીકરણનું નિરીક્ષણ કરીને તરુણોને પ્રોત્સાહિત કરવાની સાથે વાલીઓની જાગૃતિને બિરદાવી આરોગ્ય તથા શિક્ષણ વિભાગોને સફળ સંકલન માટે અભિનંદન આપ્યા હતા. આરોગ્ય સ્ટાફ દ્વારા તથા શાળાના સહયોગથી બંને શાળાઓના તમામ રસીને પાત્ર તરુણોનું 100% રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...