તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:પાદરા પંચાયતની બેઠકો પર 234 પોલીસ કર્મીઓએ મતદાન કર્યું

પાદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાદરાની પી.પી શ્રોફ હાઈસ્કૂલ ખાતે પોલીસ કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. - Divya Bhaskar
પાદરાની પી.પી શ્રોફ હાઈસ્કૂલ ખાતે પોલીસ કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું.
 • ચૂંટણી કામગીરી અંગે બેદિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન

પાદરામાં 6 જિલ્લા પંચાયત અને 26 તાલુકા પંચાયતની બેઠકો માટે 28મીએ ચૂંટણી યોજાનાર હોવાથી તે માટે વહીવટીતંત્ર દ્વારા પાદરાની પી.પી શ્રોફ હાઈસ્કૂલ ખાતે બે દિવસીય તાલીમનું આયોજન કરાયું છે. જેમાં ચૂંટણી કામગીરી માટે તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર થનાર મતદાન માટે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે. સોમવારે જિલ્લા અને તાલુકા પંચાયતના મુખ્ય ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં આ તાલીમ આપવામાં આવી હતી.

આ ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પરની ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પાદરા તાલુકાના કર્મચારીઓ તેમજ સુરક્ષા કર્મીઓ માટે સોમવાર અને મંગળવારના રોજ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 412 અરજી મળી હતી જે પૈકી સોમવારે 234 કર્મચારીઓએ બેલેટ મતદાન કર્યું હતું. પાદરાની પી.પી શ્રોફ હાઈસ્કૂલ ખાતે આ મતદાન થયું હતું. જિલ્લા પંચાયતના મુખ્ય ચૂંટણી અધિકારી યુ.એસ.શુક્લાના જણાવ્યા અનુસાર પોલિંગ સ્ટાફ માટે બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9થી 5 દિવસના ૩ સેશન્સમાં એમ કુલ બે દિવસના 6 સેશન્સમા 925 જેટલા પોલિંગ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો