તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કહેવાય છે કે મા-બાપની સેવા કરવી એ આપણો ધર્મ છે અને એ ધર્મ પાળવો જરૂરી છે. સતયુગમાં શ્રી રામે માતાના વચનનું પાલન કર્યું હતું. શ્રી કૃષ્ણે પણ પોતાના માતા પિતા પ્રત્યેનો ધર્મ બજાવ્યો હતો. તો ગણેશજીએ પણ પોતાની માતા માટે મસ્તક આપી ધર્મ નિભાવ્યો હતો. તેમજ માતા પિતાની પ્રદક્ષિણા કરી તેને બ્રહ્માંડની પ્રદક્ષિણા ગણાવી. હતી.
છેલ્લા કેટલાક વર્ષોથી દેશની યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહી છે, અને વેલેન્ટાઈન ડે, ફ્રેન્ડશિપ ડે , રોઝ ડે, પ્રપોઝ ડે, થર્ટી ફર્સ્ટ ડે જેવા વિવિધ પશ્ચિમી ડે ની ઉજવણી કરી રહી છે. સંસ્કૃતિ અને સંસ્કાર ભૂલી તેઓ માઈક્રો પરિવાર તરફ વળી ગયા છે. જે માતા પિતાએ પોતાના જીવનની આહુતિ આપી બાળકોની જિંદગી બનાવે છે તે જ બાળકો મોટા થઈને માતા પિતાને ભૂલી જાય છે. ભારતીય સંસ્કૃતિ દિવસે ને દિવસે વિસરાઈ રહી છે તેની સામે આગામી 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે, જેની પશ્ચિમી રીતભાત મુજબ ઉજવણી થાય છે. તેની સામે ભારતીય સંસ્કૃતિના જતન માટે છેલ્લા 16 વર્ષથી યોગ વેદાંત સેવા સમિતિ તેમજ સંત શ્રી આસારામ બાપુ આશ્રમ - બીલ ગામ દ્વારા દેશ-વિદેશમાં તે દિવસની હિંદુ સંસ્કૃતિ મુજબ માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
આ વખતે પણ 14મી ફેબ્રુઆરીના રોજ માતૃ પિતૃ દિવસ નિમિત્તે શુક્રવાર તા.12ના રોજ સાંજે પાદરામાં કોઠી ફળિયા ખાતે અંદાજે 200 ઉપરાંત માતૃ પિતૃઓનું તેઓના બાળકો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે તા.14મીના રોજ વડોદરાના વિવિધ સાત જેટલા વિસ્તારોમાં માતૃપિતૃ પૂજન દિવસની મોટાપાયે ઉજવણી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં યુવા વર્ગ પોતાના માતા પિતાને ઘરડાં ઘરમાં મૂકી આવે છે ત્યારે તકલીફો વેઠીને બાળકોને મોટા કરે છે એ માતા પિતા માટે માન સન્માન બની રહે એવા ઉદેશથી આ દિવસ ઉજવાય છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.