તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:મુજપુરમાં 7 દિવસમાં કોરોનાના 200 કેસ

પાદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાદરાના મુજપુરની પ્રાથમિક કુમાર શાળામાં 10 બેડ અને બેન્કર ઇન્સ્ટિટ્યૂટ ખાતે 20 બેડની કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું હતું. - Divya Bhaskar
પાદરાના મુજપુરની પ્રાથમિક કુમાર શાળામાં 10 બેડ અને બેન્કર ઇન્સ્ટિટ્યૂટ ખાતે 20 બેડની કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું હતું.
  • મુજપુર ગામમાં કુલ 30 બેડના 2 કોવિડ કેર સેન્ટર શરૂ, ગુલબ્રાન્ડ્સન-ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીનું પણ યોગદાન
  • ગ્રામ્યમાં તેજગતિએ વધતું કોરોના સંક્રમણ, મુજપુર પીએચસીમાં કોરોના ટેસ્ટિંગ તેમજ વેક્સિનેશન ચાલુ છે

પાદરાના મુજપુર ગામ ખાતે 30 બેડની બે કોવીડ કેર સેન્ટર શરુ કરવામાં આવી છે. પાદરામાં કોરોનાનું સંક્રમણ હવે ઝડપભેર ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહ્યું છે. ભાઠા વિસ્તારનું પાદરા તાલુકાનું મોટું ગામ ગણાતું મુજપુરમાં પણ કોરોના સંક્રમણ ખુબ વધ્યું છે.

શંકાસ્પદ કોરોનાથી કેટલાક મૃત્યુ પણ થવા પામ્યા છે. ત્યારે આવી મહામારીમાં વડોદરા જીલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમાર દ્વારા ગ્રામજનોને કોરોના અંગે તત્કાલ સારવાર મળે તે માટે મુજપુર ખાતે બે અલગ અલગ જગ્યાઓ પર કોવીડ કેર સેન્ટર શરુ કરાયા છે. જેમાં મુજપુર ખાતે આવેલી પ્રાથમિક કુમાર શાળામાં 10 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે અને તેજ વિસ્તારના બેન્કર ઇન્સ્ટીટ્યુટ ખાતે 20 બેડની કોવીડ કેર સેન્ટર ઉભી કરવામાં આવી છે. જેમાં ગ્રામજનો તેમજ સરપંચ દ્વારા પણ પુરતો સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે, જ્યારે વધતી જતી આ મહામારીમાં ગામડાની ગરીબ પ્રજાને ઘર આંગણે કોવીડ-19ની સારવાર મળી રહે અને આમતેમ રઝળપાટ નાં થાય તે હેતુ આ સેવા ઉભી કરવામાં આવી છે.

વધુમાં જીલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમારે જણાવ્યું હતું કે પાદરાના મુજપુર પીએચસી ખાતે રોજે રોજ ટેસ્ટીંગ તેમજ વેક્સીનેશન કરવામાં આવે છે અને તેવામાં જો કોઈ વ્યક્તિ પોઝીટીવ નીકળી આવે તો તે દર્દીને તત્કાળ તેની સારવાર મળી રહે તે માટે શરુ કરવામાં આવી છે, જેમાં ગુલબ્રાન્ડ્સન તેમજ ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રી દ્વારા પણ યોગદાન આપી આ કોવીડ કેર સેન્ટર શરુ કરવામાં સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે.

પાદરાના ગ્રામ્યમાં અંદાજે 500 કોરોના સંક્રમિત દર્દી
પાદરામાં રવિવાર કરતાં સોમવારે કોરોનાના કેસોમાં વધારો નોંધાયો હતો. છેલ્લા 7 દિવસ દરમ્યાન કોરોનાના 200 જેટલા કેસો નોંધાતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ભય વ્યાપી જવા પામ્યો છે.પાદરાના ગ્રામ્યમાં સપ્તાહમાં કોરોનાના 200 કેસ નોંધાયા છે. કોરોનાના શંકાસ્પદ દર્દીઓના ટપોટપ મોત થઇ રહ્યા છે, છતાંય આરોગ્ય તંત્ર કુલ 10 મોત થયાનું રટણ કરી રહી છે.

ગામે ગામ કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે આરોગ્ય તંત્ર હજી પણ સબ સલામતની બુમો પોકારી રહ્યું છે, ત્યારે પાદરાના ગ્રામ્ય વિસ્તારમાં 500 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ પીડાતા હોવાની માહિતી છે. પાદરા આરોગ્ય તંત્ર દ્વારા છેલ્લા 24 કલાકમાં 422 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં કોરોનાના 20 કેસો પોઝીટીવ નોંધાયા હતા. જયારે 402 નેગેટીવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે ટેસ્ટીંગ કીટના અભાવે આરોગ્ય તંત્ર અગાઉ કરતા અડધા સેમ્પલો લઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...