કાર્યવાહી:ચાણસદમાં ચોરીથી મેળવેલા 175 લિટર ડીઝલ સાથે 2 ઝબ્બે

પાદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાણસદ ગામમાં 175 લિટર ડીઝલ સાથે ઝડપાયેલા 2 આરોપીઓ. - Divya Bhaskar
ચાણસદ ગામમાં 175 લિટર ડીઝલ સાથે ઝડપાયેલા 2 આરોપીઓ.
  • 15750નું ડિઝલ સહિત 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત

પાદરાના ચાણસદ ગામના ત્રણ રસ્તા પાસે એલસીબી પોલીસે કારબામાં 175 લિટર ડીઝલ કિંમત રૂપિયા 15750નું ડીઝલ ચોરી તથા છળકપટથી મેળવેલ હોવાનું જનાઈ આવતા પોલીસે 41(1) ડી મુજબ પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સાથે પોલીસે મોબાઈલ 5000, લક્ઝરી બસ 3 લાખ મળી કુલ 3,20,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પાદરાના ચાણસદ ગામે ત્રણ રસ્તા ખાતે એલસીબી પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરતા હતા. તે દરમિયાન ૨ ઈસમો એક લક્ઝરી બસમાં બિલ વગરનું ડીઝલ ભરી ઈટોલા તરફથી આવી ચાણસદ ગામ તરફ જનાર છે. જે બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન લક્ઝરી બસની તપાસ કરતા ગાડીની પાછળ સીટોની બાજુમાં પાંચ પ્લાસ્ટિકના કારબા નંગ પાંચે એક કારબો 35 લીટર મળી કુલ 175 ડીઝલ કિંમત રૂપિયા 15,750 ડીઝલનું બિલ માગતા નહીં હોવાનું તેમજ ઉડાઉ જવાબ આપતા તેમજ લક્ઝરી બસના રજીસ્ટર કાગડો નહીં હોવાનું જણાવતા જણાવ્યું હતું.

પોલીસે 175 લિટર ડીઝલ 15,750 અંગજડતીમા મોબાઈલ ફોન 5000, લક્ઝરી બસ 3 લાખ મળી કુલ 3,20,750નો મુદ્દામાલ સીઆરપીસી કલમ 102 મુજબ તેમજ 41(1) ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે ફિરોજ જાફરભાઈ મલેક ઉ.વ. 39 રહે. ચાણસદ તથા સલમાનભાઈ ઐયુબભાઈ મલેક ઉ.વ. 22 રહે. ખંભાત સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...