વડોદરા જિલ્લામાં બનતા વાહન ચોરીના બનાવો અટકાવવા એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી આધારે પાદરા સાંગમા ગામના બસ સ્ટેન્ડ પાસે યોગેશ ઉર્ફે ગુંદર અમરસિંહ પરમાર રહેવાસી સોનાર કૂઈ વડોદરા, સુરેશ જશવંત પઢીયાર રહેવાસી હરનમાડ, તાલુકો પાદરાને નંબર વગરની હીરો મોટર સાઈકલ સાથે ઝડપ્યા હતા.
જેનો એન્જિન ચેચિસ નંબર ગુજકોફ એપ્લિકેશનમાં ચેક કરતા જેનો માલિક ભરત રાઇજી પઢીયાર મળી આવેલ હતો. સુરેશ પઢીયારને પૂછપરછ કરતા બાઈક 15 દિવસ પહેલા પાદરામાંથી ચોરી કરેલ હતી. અને યોગેશ ઉર્ફે ગુંદર પરમારને 2000માં ગીરો આપેલ હતી. રવીવારે પાદરા એસટી ડેપોમાં પાર્કિંગમાંથી બીજી બાઈક ચોરી કરવા જનાર હોવાનો જણાવ્યું હતું. પોલીસે સુરેશ પઢીયાર અને યોગેશ પરમારને પાસેથી મળેલી બાઈક રૂા. 50 હજારના મુદ્દામાલ સાથે CRPC 41 મુજબ અટક કરી કાર્યવાહી કરી પૂછપરછ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.