કાર્યવાહી:ચાણસદમાં જાહેરમાં જુગાર રમતા 2 ઝડપાયા, 2 ફરારP; સીમ વિસ્તારમાં ખુલ્લામાં જુગાર રમાતો હતો

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાદરા પોલીસે રૂ. 12,050નો મુદ્દામાલ જપ્ત કર્યો

પાદરાના ચાણસદ ગામે પાદરા પોલીસે રૂા. 12,050ના મુદ્દામાલ પકડી પાડી 4 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં બે જુગારીઓ પત્તા પાના વડે જુગાર રમી રમાડતા દરમિયાન ઝડપાઈ ગયા હતા. જ્યારે 2 ફરાર થઈ ગયા હતા. પાદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચાણસદ ગામની સીમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાના વડે જુગાર રમી રમાડે છે.

તે બાતમીના આધારે રેડ કરતાં પોલીસે રૂા. 12,050ના રોકડ મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે રેડ દરમિયાન 2 જુગારીઓને પકડી પાડ્યા હતા. જ્યારે 2 જુગારીઓ ફરાર થઈ ગયા હતા. 4 જુગારીયાઓમાં જતીન સૂર્યકાંત નાઈ, રાજુ અંબાલાલ પરમાર, દશરથ બુધા રાઠોડીયા, જિકાભાઈ પોચાભાઈ રાઠોડીયા તમામ રહે. ચાણસદ, તા. પાદરાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...