ધરપકડ:સાંગમા પાસે દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા

પાદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ55440નો દારૂ સહિત કુલ રૂ87980નો મુદ્દામાલ જપ્ત : કુલ 5 ઈસમો સામે ગુનો નોંધાયો

પાદરા એલસીબી પોલીસ ખાનગી વાહનમાં પાદરા પો.સ્ટે. વિસ્તારમાં હોળી ધુળેટી તહેવાર અન્વયે પ્રોહી બિશન કામગીરીમાં હતા. તે દરમ્યાન સાંગમા કેનાલ પાસે આવતા અ.પો.કો અશોકભાઇ કાનાભાઇને સંયુકત બાતમીદારથી ચોકકસ બાતમી મળેલ કે, સાંગમા ગામના બસ સ્ટેન્ડ ઉપર વડોદરા - પાદરા હાઇવે રોડ પર બે ઇસમો ઉભા છે.

તેઓના હાથમા બેગ તથા થેલાઓમા ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરેલ છે. જેમા એક ઇસમે ક્રિમ કલરનો શર્ટ તથા બીજા ઇસમે લાલ કલરનો ભુરી ચોકડી વાળો ચેકસ ડીઝાઇન વાળો શર્ટ પહેરેલ છે. રોડ પર કોઇ વાહનની રાહ જોઇ ઉભા છે.

જે માહિતી આધારે સ્ટાફના પોલીસ માણસો સાંગમા બસ સ્ટેન્ડ પાસે વડોદરાથી પાદરા તરફ જવાના ટ્રેક ઉપરથી વિસ્તારને અલગ અલગ રીતે કોર્ડન કરી (1) પ્રદિપભાઇ નરેન્દ્રભાઇ પટેલ ઉ.વ - 42 રહે - પાદરા ગુ.હા. બોર્ડ પાતળીયા હનુમાન રોડ તા- પાદરા જિ- વડોદરા તથા (2) ચેતનભાઇ દીલીપભાઇ રાણા ઉ.વ- 34 રહે - પાદરા રાણાવાસ તા- પાદરા જિ- વડોદરાએ વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશીદારૂની કુલ બોટલો નંગ- 60 કીંમત રૂા. 55,440નો તથા મોબાઇલ ફોન નંગ- 2 કીરૂ. 20000 તથા અંગઝડતીના કુલ રોકડા રૂ- 12540 મળી કુલ કીરૂ. 87980નો મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

ત્યારે પોતાના કબજા ભોગવટામા રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવેલ (3) નાસીક પંચવટી રોડ પર આવેલ બોમ્બે વાઇન શોપનો સંચાલક જેનુ પુરૂનામ ખબર નથી તે તથા (4) નાસીક પંચવટી રોડ પર આવેલ એક વાઇન શોપનો સંચાલક જેનુ પુરૂનામ ખબર નથી તે તથા (5) શીરડી નજીક દાતારગામ પાસે આવેલ પ્રસાદ વાઇન શોપનો સંચાલક જેનુ પુરૂનામ ખબર નથી તેઓ પાસેથી લાવેલ હતા. આ તમામ આરોપીઓ તથા તપાસમાં નીકળે તે તમામ આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી મુજબ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...