તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પાદરામાં દારૂ સાથે 2 પકડાયા, 2 ફરાર, તવેરા ગાડી, 2 મોબાઇલ સાથે રૂપિયા 4,03,200નો મુદ્દામાલ ઝડપાયો

પાદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
તવેરામાં લઇ જવાતો વિદેશી દારૂ અને ઇસમોેને પોલીસે ઝડપ્યા. - Divya Bhaskar
તવેરામાં લઇ જવાતો વિદેશી દારૂ અને ઇસમોેને પોલીસે ઝડપ્યા.
  • પાદરા પોલીસે સાંગમા કેનાલ પાસે રોડ ઉપર વોચ રાખી વિદેશી દારૂ ઝડપ્યો

પાદરા વડોદરા રોડ પર સાંગમાં કેનાલ પાસે પાદરા પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલો નંગ 912 કિંમત રૂપિયા 91,200/-, મોબાઇલ નંગ–2 કિંમત રૂપિયા 12000/-. તવેરા ગાડી કિંમત રૂપિયા 3,00000/- મળી કુલ રૂપિયા 4,03,200/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમો સામે ગુનો નોંધાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાદરા પોલીસે દારૂના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે અન્ય બે ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પાદરા પીઆઈ એસ એ. કરમુરને પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો જથ્થો સફેદ તવેરા ગાડીમાં લઇ વડોદરા તરફથી પાદરા થઈ જંબુસર તરફ જનાર છે તેવી બાતમી મળી હતી. આ બાતમીના આધારે પાદરાના પી.આઈ તેમજ પોલીસ સ્ટાફના માણસો પાદરા વડોદરા રોડ ઉપર આવેલી સાંગમા કેનાલ પાસે રોડ ઉપર તપાસમાં ફરતા હતા.

તે દરમિયાન બાતમીવાળી સફેદ કલરની તવેરા ગાડી આવતાં તપાસ કરતાં તેની ડેકીમાંથી વગર પાસ પરમીટનો ભારતીય ઈંગ્લિશ બનાવટનો દારૂનો જથ્થો પાઉચ નંગ-912 જેની કિંમત રૂપિયા 91,200, બે મોબાઇલ રૂપિયા 12000 અને તવેરા ગાડી રૂપિયા 3,00000 મળી કુલ રૂપિયા 4,03,200ના મુદ્દામાલ સાથે તવેરા ગાડીના ચાલક અમિતકુમાર ભાઈલાલભાઈ પરમાર રહે. વડોદરા, ધર્મેન્દ્ર ભાઈલાલ પરમાર, રહે.વડોદરાને ઝડપી લીધા હતા. પોલીસે પૂછપરછ દરમ્યાન જથ્થો મંગાવનાર રાવજીભાઈ રતનસિંહ પરમાર રહે. વડોદરા તેમજ જંબુસર તાલુકાના ગજેરા ગામે માસી નામની બેન સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ બનાવ બનતા દારૂનો વેપાર કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...