તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:પાદરા-વડોદરા રોડ ઉપર રિક્ષામાં દારૂની હેરાફેરીમાં 2 ઝબ્બે, 1 ફરાર

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ, મોબાઈલ અને રિક્ષા સહિત રૂા.1,08,000નો મુદ્દામાલ જપ્ત

પાદરા-વડોદરા રોડ ઉપર સખી હોટલ સામે રિક્ષામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા પ્લાસ્ટિકના ક્વોટરિયા 720 નંગ કિંમત રૂપિયા 72,000, મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 6000, રિક્ષા કિંમત રૂપિયા 30,000 મળી કુલ 1,08,000 મુદ્દામાલ સાથે 2 ઇસમોની પાદરા પોલીસે પકડી પાડ્યા હતા. એક ફરાર થઈ કુલ 3 ઈસમો સામે પ્રોહીબિશન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી. એક્ટિવા, રિક્ષા, છકડામાં દારૂની હેરાફેરી કરતા ઈસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

પાદરા પોલીસ સ્ટાફના સેંઘાજી, રાકેશભાઈ અને યોગેશભાઈ પાદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે પાદરા-વડોદરા રોડ ઉપર સખી હોટલની સામે લીલા અને પીળા કલરની રિક્ષા રોકી ચેક કરતા પ્લાસ્ટિકની ઠેલીઓમાં ઇંગ્લિશ દારૂના છૂટા ક્વોટરિયા નંગ 72 કિંમત રૂપિયા 72,000ના ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરતા ત્રણ ઈસમોને પકડી પાડ્યા હતા.

પોલીસે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા 2 ઈસમો પાસેથી મોબાઈલ નંગ-2 કિંમત રૂપિયા 6000 અને રિક્ષા કિંમત રૂપિયા 30,000 મળી કુલ 1,08,000ના મુદ્દામાલ સાથે એક વડોદરા તેમજ પાદરાના 2 ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં કામિલભાઈ બાબુભાઈ ગરાસિયા, એસ મીરા રેસિડન્સી-18, મોહંમદ શબ્બીર અબ્દુલ મલેક, સિવિલ કોર્ટ સામે, પકડી પાડ્યા હતા. એઝાઝ અનવર મલેક, શાલીમાર સોસાયટી, ગોરવા ફરાર થવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...