તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાદરા નગરપાલિકા માટે 174 ફોર્મ, તાલુકા પંચાયત માટે 151 અને જિલ્લા પંચાયત માટે 52 ફોર્મનો ઉપાડ થયો હતો. પાદરા નગરપાલિકાની 28, તાલુકા પંચાયતની 26 અને જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે સ્થાનિક સ્વરાજની આગામી 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી મતદાન યોજવાનું છે. તારીખ 8થી 13 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરવાની મુદ્દત હોવાથી સોમવાર અને મંગળવાર અને બુધવારના રોજ મામલતદાર કચેરી ખાતે નગરપાલિકાની 26 બેઠકો માટે કુલ 174 ફોર્મનો ઉપાડ થયો હતો. જે પૈકી બુધવારના રોજ વોર્ડ નંબર-3મા અપક્ષ ઉમેદવારે ફોર્મ રજૂ કર્યું હતુ.
પાદરા તાલુકા પંચાયતની વિવિધ ત્રણ ઓફિસ ખાતેથી તાલુકા પંચયાતની 26 બેઠકો માટે કુલ 151 ફોર્મનો જંગી ઉપાડ થયો હતો. જે પૈકી ડબકા તાલુકા પંચાયતની બેઠક પર ફોર્મ ભરાયું હતું અને જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે કુલ 52 ફોર્મનો ઉપાડ થયો હતો. જે પૈકી ચોકારી બેઠક પર કોંગ્રેસના કૈલાશબેન નટવરસિંહ પઢીયારે ઉમેદવારી નોધાવી હતી. તા.15મીના રોજ ફોર્મ ચકાસણી, ફોર્મ પરત લેવા માટે છેલ્લી તારીખ 16 અને મતદાનની તારીખ 28ને રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તેમજ 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાદરા નગરપાલિકામાં ભાજપે સતાવાર ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા છતાં પણ તમામ 7 વોર્ડમાં ભાજપના સંભવિત ઉમેદવારોના નામો જાહેર થતાં વોર્ડ નંબર3મા એક જ વિસ્તારના નામો આવતા, સ્થાનિકો એકત્રિત થઈ પોતાના વિસ્તારના લોકો ને નેતૃત્વ કરવા મળે એ હેતુથી ભાજપએ અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કરીને ભાજપા સામે અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની તૈયારી બતાવી હતી. બુધવારના રોજ રાષ્ટ્રીય સમાજ પક્ષે પણ પાદરા નગરપાલિકાની 28 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાનું નક્કી કર્યું હતું. જે બાદ પાદરા ઈ.પ્રમુખ નિલેશભાઇ પટેલ (રેતી)ની નિમણૂંક કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.