પાદરા વડું પંથકમાં લઠ્ઠા કાંડના બનાવના પગલે પાદરા નગર તાલુકાનાં વિવિધ ગામોમાં ધમધમતી 16 જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ની અલગ અલગ પાંચ જેટલી ટીમો બનાવી દેશી દારૂ 70 લિટર, વોશ 1000 લી. મળી કુલ રૂપિયા 4000 ની કિંમત નો મુદ્દામાલ નાશ કરી 20 જેટલા ઈસમો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. તદઉપરાંત પાદરા ના પીપળી ગામે 684 નંગ ઇંગ્લિશ દારૂ ની બોટલો સાથે પાંચ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી 3,42,000 નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.
ગુજરાતના બોટાદ અને અમદાવાદ માં સર્જાયેલા લઠ્ઠાકાંડ ના કારણે પાદરા વડું પંથકમાં પોલીસ એક્શન માં આવી છે. પાદરા તાલુકામાં ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર છેલ્લા બે દિવસ દરમ્યાન સપાટો બોલાવી મોટી માત્રમાં દેશી દારૂનો નાશ કરી અલગ અલગ પાંચ ટીમો બનાવી વિવિધ ગામોમાં ઠેર ઠેર દેશી દારૂ નો ધંધો કરતા ભઠ્ઠીઓ ચલાવતા ઈસમોને ઓળખી દેશી દારૂ 70 લિટર, વોશ 1000 મળી રૂપિયા 4000 નો મુદ્દામાલ નો નાશ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ત્યારે કેટલાક ઠેકાણે પોલીસ દ્વારા દારૂની ભઠ્ઠીઓ નો પણ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 20 જેટલા દારૂ નો વેપલો કરતા ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પાદરા પોલીસે એક સાથે અલગ અલગ ટીમો બનાવી પોલીસે સપાટો બોલાવતા મોટા પ્રમાણમાં દેશી દારૂ ના અડ્ડાઓ ચલાવતા બૂટલેગરો આબાદ ઝડપાઇ જવા પામ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.