મુલાકાત:વડોદરા પ્રાદેશિક કમિશનર દ્વારા 12.47 કરોડના વિકાસના કામોની મુલાકાત લેવાઈ

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિસ્થિતિનું અવલોકન કરી સૂચનો-માર્ગદર્શન આપ્યા

શનિવારે વડોદરા પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપલ પ્રાશસ્તી પરીખે પાદરા નગર પાલિકામાં થયેલા 12.47 કરોડના વિકાસના કામો તથા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તેમજ ઘન કચરાના નિકાલ માટે સારેજા ખાતે નવીન બનાવેલ મટીરીયલ રીકવરી ફેસીલીટી સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમજ નગર પાલિકામાં બોર્ડ મુજબ પરિસ્થિતિનું અવલોકન કરી જરૂરી સુચના પદાઅદિકારીઓ – અધિકારીઓને ચર્ચા કરી માર્ગદર્શન આપી જરૂરી સુચના આપી હતી.

પાદરા નગર પાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરના સભાખંડમાં મળેલી મીટિંગમાં ગંદકી કરનાર સામે શિક્ષાત્મક પગલા લેવા માટે તેમજ પાદરા પાલિકાની આવક વધારવા ઘર વેરાની સુચન કરેલ હતું. જાહેરમાં કચરો વીણનાર રેગ સ્પીકર્સને વિવિધ યોજનાનો લાભ આપવા જણાવ્યું હતું.

પ્રાદેશિક કમિશનર પ્રશસ્તિએ પ્રથમ પાદરાના પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલાની ચેમ્બર્સ ખાતે પ્રવક્તા ચૈતન્યસિંહ ઝાલા, ઉપ પ્રમુખ દિવ્યાનીબેન પટેલ સહિત સભ્યો સાથે ત્યારબાદ ચીફઓફિસરની ચેમ્બર્સમાં વિકાસના કામોની ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચન માર્ગદર્શન આપેલ હતું.

ત્યારબાદ પાદરા ના નવા વિવિધ વિકાસના કામો થયેલ અંબાજી તળાવ, પ્રમુખસ્વામી ટાઉન હોલ, કાંગસિયા વગો, પાદરા જાંબુસર હાઇવે, તાજપુરા રોડ ચોકડી પાસે, પંડિત દિન દયાલ આવાસ યોજના, છીપવાડ તળાવ, સારેજા ખાતે વિકાસ ના થયેલા કામોની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...