રેસ્ક્યુ:ડબકાના તળિયા ભાઠાના 100 લોકોને હોડી દ્વારા બહાર કઢાયા

પાદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડબકા ગામના લોકોને હોડી દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા - Divya Bhaskar
ડબકા ગામના લોકોને હોડી દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા
  • કડાણા ડેમમાંથી પાણી છોડાતાં મહી કાંઠાના ગામોને સાબદાં કરાયાં

કડાણા ડેમથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા, પાદરાના મહીં કિનારાના ગામો એલર્ટ કરવામાં આવ્યા હતા. પાદરાનું વહીવટીતંત્ર સાબદુ થયું હતું. ડબકા ગામના તળીયા ભઠા વિસ્તારમાં રહેતા રહીશોને સલામત સ્થળે ખસેડવા માટે તંત્રએ કરી જાણ હતી.ઉપરવાસમાં અને રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેતાં અને કડાણા ડેમમાંથી મહીં નદીમાં પાણી છોડવામાં આવતાં, મહીસાગર નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ 6 લાખ ક્યુસલ પાણી રવિવાર બપોર સુધીમાં છોડવામાં આવ્યું હોવાથી તેની 6 કલાક બાદ પાદરા તાલુકામાં અસર થશે. ત્યારે પાદરા તાલુકાનું વહીવટીતંત્ર સાબ્દુ થયું છે.

અગમચેતીના ભાગરૂપે ડબકાના તળિયા ભાઠા વિસ્તારમાં રહેતા પરિવારોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી તેમજ સૂચના માટે તાલુકા પંચાયત A T.D.O ડબકા ગામે પહોંચ્યા હતા. તળિયાભાઠા વિસ્તારના 25 કુટુંબના 100 જેટલા વ્યક્તિઓને સલામત સ્થળે ખસી જવા આદેશ કરવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે 2006માં તળિયા ભઠા વિસ્તારમાં પુરના પાણીમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...