તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઈરસ:પાદરામાં 10 લોકોને ક્વોરન્ટીન કરાયા, કોના સંપર્કમાં આવ્યો છે તે તમામ બાબતો વિશે તપાસ

પાદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 7 પોલીસ કર્મચારીઓ અને બુટલેગરનાં 2 મિત્રોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા

પાદરામાં દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા બૂટલેગર રાહુલને કોરોના પોઝિટિવ આવતા 7 પોલીસ કર્મચારી અને તેના બે મિત્રોને પાદરા આરોગ્ય વિભાગ દ્વારા ક્વોરન્ટીન કરાયા છે. જેમાં હજુ બીજા નામો ઉમેરાશે તેવું દેખાઈ રહ્યું છે. દારૂમાં ફરાર મુખ્ય આરોપી મોન્ટુ પટેલ જે રાહુલનો ભાઈ છે તે પોલીસમાં હાજર થઈ ગયો છે જેને પણ ક્વોરન્ટીન કરાયો છે. પાદરા શહેરમાં દારૂના આરોપી રાહુલ સુરેશ પટેલને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેમાં તેની સામે પોલીસ કાર્યવાહી કરનાર 7 જવાનોને પણ ક્વોરન્ટાઇન કરાયા છે અને રાહુલનાં મિત્ર અરુણ ઉમાકાન્ત ગાંધી રહે. નવાપુરા પાદરા તથા સુરેશ નટુભાઈ પાટોદ તથા દારૂના કેસમાં મુખ્ય આરોપી મોન્ટુ સુરેશ પટેલ પોલીસમાં હાજર થઈ ગયો હતો. તે તમામ 10ને ક્વોરન્ટાઇન કરાયા છે ત્યારે રાહુલનાં પરિવારના ત્રણ સભ્યોનાં રિપોર્ટ હજુ આવ્યા નથી ત્યારે હવે રાહુલ અન્ય બીજા કોણે મળ્યો છે કોણે દારૂ આપ્યો છે તે ક્યાંથી દારૂ લાવ્યો છે અને કોના કોના સંપર્કમાં આવ્યો છે તે તમામ બાબતો વિશે તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો