પાદરાના ભોજ ગામે વડીલો પારજીત જમીનમાં નાખેલ પાઇપલાઇનના ટોટા કાઢી લેવા બાબતે બે પરિવાર કુટુંબો વચ્ચે સામસામે ગાળો બોલી મારા હથિયારો ઇટોના છૂટા ટુકડા મારતા 10 ઇસમોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. 108માં પ્રથમ વડુ ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને પક્ષે થયેલી સામસામે ફરિયાદમાં 4 મહિલા સહિત 25 વ્યક્તિઓ સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉકત બનાવના પગલે ભોજ ગામે નાસભાગ સાથે સાથે લોકટોળા ભેગા થઈ ગયા હતા. દરમ્યાન બૂમાબૂમ જેવા દૃશ્યો સર્જાયા હતા.
પાદરાના ભોજ ગામે રેલવે સ્ટેશન વાઘેલા વગોમાં રહેતા અમિત હસનભાઈએ જણાવ્યું હતું કે બાપુ અકબર ફાઝલ વાઘેલાની કુટુંબની વડીલો પાર્જિત સંયુક્ત મિલકત ભોજ ગામની સીમમાં 10 વીઘા જેટલી જમીન આવેલી છે. તમામ મિલકતોના ભાગ પડેલા છે અને જેમાં ખેતી કરે છે. જેમાં બનેવી હસન ઉર્ફે કાલુ કાસમ એ છ મહિનાથી ખેતરમાં આવવા જવાનો રસ્તાઓ બંધ કરી દીધો છે. અને જૂની પાઇપલાઇનમાંથી પાણી લેવા દેતા નથી.
વડીલો પાર્જીત જમીનમાં નાખેલ પાણીની જૂની પાઇપ લાઇનમાંથી નાખેલ પાઇપલાઇનના ટોટા કાઢી લેવા બાબતે પાણી લેવા દેવું નહિ. તેમ કહી એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી લાકડી, ધાર્યું તથા ફરશી સાથે ઘરે જઈ મારા મારી ઝપાઝપી કરી ગાળો બોલી વિટારા બ્રેજા ગાડી પૂર ઝડપે ચલાવી જાનથી મારી નાખવાના ઇરાદે ગાડી ચઢાવી દેતા 7 જેટલા ઈસમોને ગંભીર ઈજાઓ થવા પામી હતી.
જ્યારે સામે પક્ષે રાજુભાઈ અકબરભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે વડીલો પાર્જીત જમીનમાં નાખેલ પાણીની જૂની પાઇપલાઇનમાંથી નાખેલ પાઇપલાઇન કાઢી લેવા બાબત એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી મારક હથિયારો લાકડીઓ - લોખંડની પાઇપ સાથે ઘરે જઈ ગાળો આપી ઝપાઝપી કરી છુટા ઈટોના ટુકડા મારી ચાર જેટલા ઈસમોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. પોલીસે બંને પક્ષોની સામ સામે ફરિયાદના આધારે ૨૫ ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઈંટો અને હથિયાર સાથે હુમલો થતાં 25 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
બનાવ સંદર્ભે 25 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં હસનભાઈ ઉર્ફે કાલુભાઈ કાસમભાઇ નોબારા, સાહેબ કાસમભાઇ નોબારા, સલીમ મોહમ્મદ નોબારા, ફિરોજ નજર વાઘેલા, રાજુ અકબર વાઘેલા, સિરાજ અકબર વાઘેલા, સકસુદીન સલીમ નોબારા, સાહિલ હસન ઉર્ફે કલું નોબારા, સમીર હસન ઉર્ફે કાલુ નોબારા, રફીક કાસમ નોબારા, દાઉદ મહંમદ નોબારા, જુબેદાબેન ઉર્ફે ગુલ્લુ હસન ઉર્ફે કાલુ નોબારા. જ્યારે સામે પક્ષે હસન જાફર વાઘેલા, નિઝામ જાફર વાઘેલા, મોઈન હસન વાઘેલા, સલીમ જાફર વાઘેલા, કિરણ હસન વાઘેલા, માહિર નિઝામ વાઘેલા, ઈરફાન નિઝામ વાઘેલા, અકબર સલીમ વાઘેલા, બાનુબેન સલીમ વાઘેલા, શીતલબેન મોઈન વાઘેલા, યાસ્મીનીબેન વાઘેલા, અમિત હસન વાઘેલા, અબ્દુલ સલીમ વાઘેલાનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.