તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ડભાસા કેનાલ પાસે બે મોટરસાઇકલ વચ્ચેના અકસ્માતમાં 1 ઈસમનું મોત

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતનો ગુનો નોંધી બાઈક ચાલકને પકડવા કાર્યવાહી કરાઈ

પાદરાના ડભાસા કેનાલ પાસે અજાણ્યા બાઈકચાલકે અન્ય એક બાઈકચાલકને અડફેટે લઈ અકસ્માત કરતાં એક ઇસમને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇસમને તાત્કાલિક વડોદરા એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી નાસી ગયેલ અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધી પકડવાના માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ પાદરાના સાંપલા ગામે સાકરીયાપુરા ખેત મજૂરી કરતા રાયસિંગભાઈ બળદેવભાઈ પઢીયારના પિતા બળદેવભાઈ ઉર્ફે બાલુભાઈ પઢીયાર સવારના 9 કલાકે બાઈક લઈને લક્ષ્મીપુરા ગામે પુત્રી મીનાબેનને બાધા કરવાની હોઇ તેનું આમંત્રણ આપવા નીકળ્યા હતા. તે દરમિયાન પાદરા-જબુંસર રોડ પર ડભાસા કેનાલ પાસે એક અજાણ્યા બાઈકચાલકે બળદેવભાઈ પઢીયાર ઉ.55ને અડફેટે લીધા હતા. જેમાં તેઓ રોડ પર પટકાતાં દાઢીના નીચેના ભાગે, માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બળદેવભાઈ પઢીયારને 108માં વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉક્ત બનાવના પગલે પોલીસને જાણ કરવામાં આવતાં તે તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. તેમજ અકસ્માત કરી નાસી ગયેલા અજાણ્યા બાઈક ચાલક સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...