ધોધમાર વરસાદ:પાદરાના વડુ પંથકમાં એક કલાકમાં 1 ઇંચ વરસાદ

પાદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે તડકો અને બપોરે માહોલ જામ્યો
  • નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યાં

પાદરા વડુ પંથકમાં રવિવારે બપોર બાદ વરસાદની બેટિંગની શરૂઆત થવા પામી હતી બપોરથી સાંજના સમયે એકધારો સતત એક કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. 1 કલાકમાં 1 ઇંચ ઉપરાંતનો વરસાદ ખાબકી જવા પામ્યો હતો અને ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી. પાદરા વડુ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી છૂટા છવાયા વરસાદી ઝાપટા પડતા હતા. પરંતુ રવિવારે સાર્વત્રિક વરસાદ પાદરા તાલુકા પંથકમાં જોવા મળ્યો હતો. રવિવારે વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયેલું હતું.

બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વીજળીના કડાકા-ભડાકા પાસે તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બફારા અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી. જોકે ધોધમાર વરસાદના કારણે જાસપુર રોડ, છીપવાડ, ગાંધી ચોક, પાણી ની ટાંકી, જુના ડેપો રોડ, પાતળિયા હનુમાન રોડ, સહીત અનેક નિચાણવાળા વિસ્તારો સોસાયટીઓમાં પાણી ભરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...