કોરોના અપડેટ:પાદરા શહેર અને જાસપુરમાં કોરોનાના 1-1 કેસ નોંધાયા

પાદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાદરામાં ધનવંતરી રથની શરૂઆત કરવામાં આવી

પાદરામાં મંગળવારે કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે. જેમાં એક ગ્રામ્ય વિસ્તાર જાસપુર તેમજ એક પાદરા શહેરનો સમાવેશ થાય છે. આમ કોરોનાના સત્તાવાર રીતે કુલ 8 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા જણાવ્યું હતું. જ્યારે બિનસત્તાવાર રીતે કોરોનાના 28 કેસ હોવાનું જાણવા મળે છે. જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિતના વિવિધ પાદરાના 7 ગામોના પી.એસ.સી સેન્ટરોમાં બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. જેમાં આજરોજ 705 જેટલા લોકોએ વેકસીન મુકાવી હતી. બે દિવસ દરમ્યાન કુલ 1308 જેટલા લોકોએ વેક્સિન મુકાવી હતી.

પાદરામાં વીતેલા 24 કલાક દરમ્યાન આરોગ્ય તંત્ર દ્વારા RTPCRના 360 તેમજ રેપીડ એન્ટિજનના 39 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તમામ કેસો નેગેટિવ આવતા તંત્ર હાશકારો અનુભવી રહ્યા છે. પાદરા શહેરમાં કુલ 2 ધનવતરી રથ આરોગ્ય રથ તેમજ એક મોબાઈલ કોમ્પીહેશીંગ શરૂ કરવામાં આવેલ છે. ગ્રામ્ય કક્ષાએ પણ ધનવતરી આરોગ્ય રથની સેવા કરવામાં આવી છે.

આમરોલ PHCનો ફાર્માસિસ્ટ સંક્રમિત
પાવી જેતપુર | પાવી જેતપુર તાલુકાના મોટી આમરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્મસીસ્ટને તકલીફ થતા રેપીડ એન્ટીજન ટેસ્ટ કર્યો હતો. આ રેપીડ એન્ટીજન ટેસ્ટમા ફાર્મસિસ્ટનો ટેસ્ટ પોઝીટિવ આવતા તેને હોમ કવોરંટાઇન કરાયો છે. પાવી જેતપુર તાલુકામાં એક અઠવાડિયામાં બિજા આરોગ્ય કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે.

શિનોર તાલુકામાં એક સાથે 5 કોરોનાગ્રસ્ત
શિનોર | શિનોર તાલુકામાં શનિ-રવિના બે દિવસના વિરામ પછી મંગળવારે એક સાથે 5 કોરોના પોઝિટિવ મળી આવતા તમામને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. શિનોર તાલુકામાં કુલ 14 કોરોના પોઝિટિવ કિસ્સો બન્યા પછી આરોગ્ય તંત્ર શનિવાર-રવિવારના રોજ રજા મૂડમાં રહ્યા પછી અગાઉ લીધેલ Rtpcr ટેસ્ટોમાંથી નવા 5 કોરોના પોઝિટિવ મળતા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક 19 પર પહોંચ્યો છે. શિનોરમાં 1 સ્ત્રી અને 1 પુરુષ, ઝાડ ગામમાં 2 સ્ત્રી અને માંજરોલમાં 1 સ્ત્રી પોઝિટિવ આવતા તંત્ર દ્વારા ક્વોરોન્ટાઇન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...