તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઇનનો પ્રથમ દિવસ:100થી વધુ શાળામાં શૂન્ય હાજરી, 120 સ્કૂલમાં સંમત 4539માંથી 2730 બાળકો વર્ગમાં આવ્યાં

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્યાંક બાળકોને તિલક કરાયું તો ક્યાંક શિક્ષકોને તાળીઓથી આવકાર્યા
  • 250 જેટલી ખાનગી-ગ્રાન્ટેડ સ્કૂલોના ધો.6થી 8ના વર્ગોમાં 15 ટકા વિદ્યાર્થી હાજર રહ્યા

ધો. 6 થી 8નું ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે, પણ 100 કરતાં વધારે સ્કૂલોમાં હજુ એક પણ બાળકોનું સંમતિપત્રક જ આવ્યું નથી. જેથી પ્રથમ દવસે શૂન્ય હાજરી રહી હતી. બીજી તરફ 120 સરકારી શાળાઓમાં 4539 વાલીઓએ સંમતિ આપી હતી, પણ 2730 વિદ્યાર્થીઓ ઓફલાઇન અભ્યાસ માટે આવ્યા હતા એટલે કે 21.91 ટકા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 250 જેટલી ખાનગી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં 15 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8નું શૈક્ષણિક કાર્ય શરૂ થયું હતું. શિક્ષણ સમિતિની 120 જેટલી શાળાઓમાં 50 ટકા વાલીઓએ સંમતિ આપી હતી. જોકે માત્ર 21.91 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ધો. 6 થી 8ના 12,691 જેટલા વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. જે પૈકી 120 સરકારી શાળાઓમાં 4539 વાલીઓએ સંમતિ આપી હતી, પણ ઓફલાઇન અભ્યાસ માટે 2730 વિદ્યાર્થીઓ આવ્યા હતા. 50 ટકાની સંમતિ સામે માંડ 21 ટકા વિદ્યાર્થીઓ જ ઉપસ્થિત રહ્યા હતા.

બીજી તરફ 100 કરતાં વધારે સ્કૂલોમાં એક પણ બાળકનું સંમતિ પત્રક આવ્યું નથી. જ્યારે બાકી બચેલી 250 જેટલી ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં માંડ 15 ટકા વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણ માટે ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરીનું મુખ્ય કારણ વાલીઓમાં હજુ પણ કોરોનાની ત્રીજી લહેરનો ભય હોવાનું બહાર આવ્યું હતું. બાળકોનું રસીકરણ થયું નથી ત્યારે સંક્રમણ ફેલાવાનો છૂપો ભય વાલીઓમાં જોવા મળી રહ્યો છે.પ્રથમ દિવસે બાળકોને તિલક કરીને અને શિક્ષકોને તાળીઓથી વધાવ્યા હતા.

કારેલીબાગની સ્કૂલમાં વિદ્યાર્થીઓને પોંખ્યા
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સરદાર વિનય સ્કુલ માં ધોરણ 6 થી 8ના સરકારી ગાઈડ લાઈન મુજબ વર્ગો શરૂ થતાં પહેલા દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. ભૂતડી ઝાંપા પાસે આવેલી જીવન સાધના સ્કૂલમાં ધો. 6 થી 8માં 21 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ક્લાસરૂમમાં શિક્ષકોનું સ્વાગત તાળીઓના ગડગડાટથી કર્યું હતું. જ્યારે સ્કૂલમાં પ્રવેશતા વિદ્યાર્થીઓનું ફૂલથી સ્વાગત કરાયું હતું.

વિદ્યાર્થીઓને વસ્તુની આપ લે ન કરવાની સૂચના અપાઇ
ઓફલાઇન મોડથી શરૂ થયેલા ધો.6 થી 8ના વર્ગોમાં સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને ડિસ્ટન્સ જાળવવા તેમજ એકબીજાની વસ્તુઓની આપ લે નહિ કરવાની સૂચના અપાઇ હતી. વિદ્યાર્થીઓને લંચ બોક્સ શેર ન કરવા સહિત એકબીજાની બોટલમાંથી પાણી ન પીવા, હાથ ન મિલાવવા સહિતની સૂચના અપાઇ હતી.

ઓનલાઇન ચાલુ હશે ત્યાં સુધી સ્કૂલમાં બાળકો નહિ આવે
દોઢ વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. હવે તબક્કાવાર ઓફલાઇન શિક્ષણ શરૂ કર્યું છે. જોકે હજુ પણ વિદ્યાર્થીઓ આવી રહ્યા નથી. શહેરના શિક્ષણવિદોના મતે જ્યાં સુધી ઓનલાઇન ક્લાસ બંધ નહિ કરાય ત્યાં સુધી બાળકોની સંખ્યા નહિ વધે.

અન્ય સમાચારો પણ છે...