નિમણૂક:ભાજપ લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ તરીકે ઝહીર કુરેશી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપ પ્રદેશ લઘુમતિ મોરચાના ઉપપ્રમુખ તરીકે વડોદરા શહેર ભાજપ સંગઠનના ઝહીર કુરેશીની નિમણૂક કરવામાં આવી છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની સૂચનાથી પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ ડો મોહસીન લોખંડવાલા દ્વારા વડોદરા શહેર સંગઠન માં કાર્યરત લઘુમતી કોમના ઝહીર કુરેશીની પ્રદેશ મોરચાના ઉપ પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

શહેર ભાજપ અધ્યક્ષ ડો વિજય શાહે જણાવ્યું હતું કે ભાજપ ની સ્થાપના થઇ ત્યારથી શહેરી વિસ્તારમાંથી લઘુમતી કોમના લોકપ્રિય આગેવાન ગની કુરેશી ઘણા વર્ષો સુધી ભાજપના કોર્પોરેટર તરીકે રહ્યા હતા અને તેમના અવસાન બાદ તેમના પુત્ર ઝહીર ભાઈ પણ ભાજપના અગ્રણી તરીકે પણ સેવા આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...