તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વાડીમાં 2 બાળકી સાથે અડપલાં કરનાર ઝબ્બે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક બાળાએ માતાને કેફિયત કહેતાં કાર્યવાહી
  • આઇસક્રીમની લાલચથી યુવક બંનેને લઇ ગયો હતો

શહેરના વાડી વિસ્તારમાં 2 સગીર બાળાઓને આઇસ્ક્રીમ ચોકોબાર ખવડાવાની લાલચ આપી બાઇક પર આગળ પાછળ બેસાડી શારિરીક અડપલાં કરનારા યુવક સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આ યુવકની અટકાયત કરી હતી.

સગીર બાળાની માતાએ પોલીસને જણાવ્યું હતું કે સાહિલ જાફરશા શેખ નામના 21 વર્ષીય યુવકે મંગળવારે બપોરે 2થી 3ના અરસામાં 8 વર્ષ અને 5 વર્ષની બે સગીરાને આઇસ્ક્રીમ ચોકોબાર ખવડાવાની લાલચ આપી પોતાના બાઇક પર બેસાડી હતી. એક બાળાને બાઇકની આગળ અને અન્યને પાછળના ભાગે બેસાડી હતી અને ત્યારબાદ પોતાના ફળીયામાં તેને ફેરવી હતી અને બંને સાથે શારિરીક અડપલાં કર્યા હતા. બાળાએ ઘેર જઇને તેની માતાને વાત કરતાં માતા ચોંકી ઉઠી હતી અને પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે બુધવારે રાત્રે આ યુવકને ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...