કાર્યવાહી:તાજિયાના વીડિયોમાં ધાર્મિક લાગણી દુભાય તેવું ગીત મૂકનારી ત્રિપુટી ઝબ્બે

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તાજિયાનો વીડિયો ​​​​​​​એડિટ કરી વાઇરલ કર્યો હતો

નુરાની મસ્જિદના તાજિયાનો વીડિયો ઉતારી ધાર્મિક લાગણી દુભાય તેવું ગીત એડિટિંગ કરીને વાઇરલ કરનારા 3 યુવકોની પોલીસે ધરપકડ કરી છે. પાણીગેટ પોલીસ મથકના એએસઆઈ ભીખાભાઈ રયજીભાઈના જણાવ્યા અનુસાર, 5 ઓગસ્ટે સવારે 11:30 વાગે તેમને માહિતી મળી હતી કે, 4 ઓગસ્ટે રાતે નુરાની મસ્જિદનો તાજિયો ગંજખાનાથી બાવામાનપુરામાં જતો હતો. ત્યારે કોઈકએ વીડિયો ઉતારી ધાર્મિક લાગણી દુભાય તેવું ગીત એડિટિંગ કરી વાઇરલ કર્યું હતું. આ મોબાઈલ ધારકે આ વીડિયો સ્ટેટસમાં મૂકી ફોરવર્ડ કર્યો હતો.

પોલીસે તપાસ કરતા હર્ષ ઉર્ફે ક્રિષ્ણા અરૂણભાઈ કહાર (વલી મેન્શન પાછળ, કહાર મહોલ્લો, પાણીગેટ)ની પૂછપરછ કરતાં વીડિયો મિત્ર સન્ની પુનમભાઈ કહાર (કહાર મહોલ્લો, પાણીગેટ)એ ફોરવર્ડ કર્યો હોવાનું જણાવ્યું હતું. સન્નીની પૂછપરછ કરતાં વીડિયો ચેતન ઉર્ફે વિનિત નરેશભાઈ કહાર (કહાર મહોલ્લો, પાણીગેટ)એ ફોરવર્ડ કર્યો હોવાનું જણાવ્યું હતું. ચેતનની પૂછતાછમાં વીડિયો ધ્રુવાંગે ઉતારી ફોરવર્ડ કર્યો હોવાનું અને તેણે વીડિયો સન્ની તેમજ અન્ય મિત્રોને ફોરવર્ડ કર્યો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...