દિવાળીની તૈયારી:વડોદરાના યુવાનોએ 1 હજારથી વધુ દીવાઓનું વિતરણ કરી ઘરે-ઘરે અજવાળુ પથરાવાનો પ્રયાસ કર્યો, મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વૃક્ષ ફાઉન્ડેશન દ્વારા 1 હજારથી વધુ દીવાઓનું વિતરણ કરીને દિવાળીમાં ઘરે-ઘરે અજવાળુ પથરાવાનો પ્રયાસ કર્યો હતો - Divya Bhaskar
વૃક્ષ ફાઉન્ડેશન દ્વારા 1 હજારથી વધુ દીવાઓનું વિતરણ કરીને દિવાળીમાં ઘરે-ઘરે અજવાળુ પથરાવાનો પ્રયાસ કર્યો હતો
  • દીવાનું વિતરણ કરીને ઘેર-ઘેર અજવાળું પહોંચાડવાનો સંદેશો આપ્યો

વડોદરા શહેરના વૃક્ષ ફાઉન્ડેશન દ્વારા 1 હજારથી વધુ દીવાઓનું વિતરણ કરીને દિવાળીમાં ઘરે-ઘરે અજવાળુ પથરાવાનો પ્રયાસ કર્યો હતો. આજે સાંજે દિવાળી પર્વ નિમિતે અલગ-અલગ વિસ્તારમાં દીવાનું વિતરણ કરીને ઘેર-ઘેર અજવાળું પહોંચાડવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત દિવાળીની પૂર્વ સંધ્યાએ વડોદરા શહેરના વિવિધ મંદિરોને રોશનીથી શણગારી દેવામાં આવ્યાં છે.

ભારતીય સંસ્કૃતિ દીવાનો જ ઉપયોગ કરવાનો સંદેશ આપ્યો
હાલમાં વૃક્ષ ફાઉન્ડેશનના સ્થાપક વૃષિકા પટણી, ‌ઉપ-સ્થાપક દર્શન મિસ્ત્રી અને મોહિત નાગદેવ તેમજ અન્ય વોલુન્તીર દ્વારા વિદેશી લાઈટ્સના સ્થાને આપની ભારતીય સંસ્કૃતિના દીવાનો જ ઉપયોગ કરવાનો પણ સંદેશ આપ્યો હતો. જેમાં સહયોગ આપનાર વાઇસ ચેરમેન ઓફ ICAIના CMA મિહિર વ્યાસ સહિતના લોકોનો પ્રોત્સાહન બદલ આભાર માન્યો હતો.

દીવાનું વિતરણ કરીને ઘેર-ઘેર અજવાળું પહોંચાડવાનો સંદેશો આપ્યો
દીવાનું વિતરણ કરીને ઘેર-ઘેર અજવાળું પહોંચાડવાનો સંદેશો આપ્યો

શહેરીજનો લક્ષ્મીપુજન,ચોપડાપુજન અને શારદાપુજન કરી શકશે
આવતીકાલે દિવાળીના તહેવાર નિમિત્તે શહેરીજનો પોતાના ઘરમાં દીવા કરીને મહાલક્ષ્મીજીની પુજા કરશે. આ ઉપરાંત મંદિરો અને શહેરની ઐતિહાસીક ઈમારતોને પણ દિવાળી નિમિત્તે રોશનીથી સજાવી દેવામાં આવશે. બાળકો સહિત શહેરીજનો દિવાળી નિમિત્તે ફટાકડા ફોડીને ઉત્સવ ઉજવશે. દિવાળીના દિવસે શહેરીજનો લક્ષ્મીપુજન, ચોપડાપુજન અને શારદાપુજન કરશે. અટલાદરાના બીએપીએસ મંદિરના યજ્ઞપુરુષ હોલમાં એક સાથે 1500 ચોપડાનું સામૂહિક પૂજન કરાશે.

દિવાળીની પૂર્વ સંધ્યાએ વડોદરા શહેરના વિવિધ મંદિરોને રોશનીથી શણગારી દેવામાં આવ્યાં છે.
દિવાળીની પૂર્વ સંધ્યાએ વડોદરા શહેરના વિવિધ મંદિરોને રોશનીથી શણગારી દેવામાં આવ્યાં છે.

મંદિરોને રોશનીથી શણગારી દેવામાં આવ્યા
દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદશની રાત સુધી બજારો ધમધમતા રહ્યાં હતાં. લોકોએ દિવાળીની પૂર્વ સંધ્યા સુધી ખરીદી કરી હતી. આ ઉપરાંત દિવાળીની પૂર્વ સંધ્યાએ શહેરના વિવિધ મંદિરોને રોશનીથી શણગારી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત દિવાળી બાદના બેસતા વર્ષના દિવસે થનારી અન્નકુટની તૈયારીઓ પણ આટોપી લેવામાં આવી છે.

યુવાનોએ 1 હજારથી વધુ દીવાઓનું વિતરણ કરી ઘરે-ઘરે અજવાળુ પથરાવાનો પ્રયાસ કર્યો
યુવાનોએ 1 હજારથી વધુ દીવાઓનું વિતરણ કરી ઘરે-ઘરે અજવાળુ પથરાવાનો પ્રયાસ કર્યો
અન્ય સમાચારો પણ છે...