તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સિડેન્ટ:વડોદરાના અંપાડ નજીક ટ્રેલરની ટક્કરે કાર ચિરાઈ ગઇ: ખાંધાના પૂર્વ સરપંચના પુત્રનું મોત

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
ધનોરા રામપુરા ગામના પરિવારને ભીમપુરા પાસે આવેલી અંપાડ ચોકડી ખાતે અકસ્માત નડ્યો હતો - Divya Bhaskar
ધનોરા રામપુરા ગામના પરિવારને ભીમપુરા પાસે આવેલી અંપાડ ચોકડી ખાતે અકસ્માત નડ્યો હતો
 • ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં ગોત્રી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
 • સમિયાલા વેસ્ટર્ન બાયપાસ રોડ પર વહેલી સવારે થયેલો ગમખ્વાર અકસ્માત
 • રામદેવપીરના પાટોત્સવમાં હાજરી આપી પરિવાર પરત આવતો હતો ત્યારે કાર અથડાઇ

કરજણ તાલુકાના સંભોઈ ગામથી ધનોરા જઈ રહેલી કાર ને બુધવારે વહેલી સવારે અંપાડ ગામની સીમમા સામેથી આવી રહેલા ટ્રેલરે ટક્કર મારતા ઘટનાસ્થળે કારમાં સવાર એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચતાં તેઓને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર કરજણ તાલુકાના સંભોઈ ગામે રામદેવપીરના પાટોત્સવમાં ધનોરા ગામના અરવિંદભાઈ ગોહિલ રણજીતસિંહ દોલતસિંહ પરમાર તેમના પત્ની ભાવના બેન રણજીત સિંહ પરમાર યુવરાજસિંહ ભરતસિંહ પઢિયાર એક બાળક સાથે હાજરી આપવા ગયા હતા. ત્યાંથી કાર્યક્રમ પતાવી વહેલી સવારે તેઓ ધનોરા ગામ જવા નીકળ્યા હતા દરમિયાન અંપાડ ગામની કેનાલથી સીમ તરફના રોડ પર સામેથી પુરઝડપે આવી રહેલ એક ટ્રેલરે કારને જોરદાર ટક્કર મારી હતી.

ધનોરા ગ્રામ પંચાયતના સભ્યના ભાણાનું મોત
આ અકસ્માતમાં કાર હંકારી રહેલા રણજીતસિંહ પરમાર તથા તેમની પાછળની સીટ પર બેઠેલા 20 વર્ષના યુવરાજસિંહ પઢીયાર થતા અરવિંદસિંહ ગોહિલને ઇજાઓ પહોંચી હતી. જેમાં ગંભીર ઇજાઓનાં કારણે યુવરાજસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગામના લોકો તથા ધનોરા ગામના સરપંચ સહિતના લોકો સ્થળ પર દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવરાજસિંહ પઢીયાર કરજણના ખાંધા ગામનો રહેવાસી હતો. તે વડોદરાની જીએસેફસી કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો. તેના પિતા ભરતસિંહ પઢીયાર ખાંધા ગામના માજી સરપંચ છે.

ગંભીર અકસ્માતમાં ગાડીમાં પાછળ બેઠેલા ધનોરા ગ્રામ પંચાયતના સભ્યના ભાણા યુવરાજસિંહ ભરતસિંહ પઢીયારનું ઘટના સ્થળે મોત થયું
ગંભીર અકસ્માતમાં ગાડીમાં પાછળ બેઠેલા ધનોરા ગ્રામ પંચાયતના સભ્યના ભાણા યુવરાજસિંહ ભરતસિંહ પઢીયારનું ઘટના સ્થળે મોત થયું

કારમાં બેઠેલા 4 લોકો ઇજાગ્રસ્ત
કારચાલક ધનોરા દૂધ ડેરીના પૂર્વ મંત્રી રણજીતસિંહ પરમારને અકસ્માતમાં પગમાં ઇજાઓ પહોંચી હતી, જ્યારે બીજા અન્ય આગળ બેઠેલા અરવિંદભાઈ ગોહિલને માથાના ભાગે ગંભીર ઇજાઓ પોહચી હતી, જ્યારે અન્ય ગાડીમાં સવાર મહિલા અને બાળકને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

માતેલા સાંઢની ઝડપે દોડી રહેલા ટ્રેલર અને ટવેરા કાર વચ્ચે અકસ્માત થયો
માતેલા સાંઢની ઝડપે દોડી રહેલા ટ્રેલર અને ટવેરા કાર વચ્ચે અકસ્માત થયો

ગમખ્વાર અકસ્માતમાં કારનો દરવાજો ઉખડી ગયો
બુધવારે વહેલી સવારે અંપાડ ગામની સીમમાં ટ્રેલર અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. કેબિન કરતા તેનું પાછળનું ટ્રેલર મોટું હોવાથી તે કારમાં ભટકાયું હતું. જેમાં કારનો આગળનો બોનેટનો ભાગ, દરવાજાનો ભાગ ટ્રેલર પર લટકી ગયો હતો.અકસ્માતના પગલે કારમાં સવાર અન્ય લોકોને ઇજા પહોંચી હતી .

4 ઇજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા
4 ઇજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા
ગાડીમાં સવાર મહિલા અને બાળકને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી
ગાડીમાં સવાર મહિલા અને બાળકને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો