• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Youth Station: At One Station, 18 To 29 year old Youth Workers Will Handle Polling, 47,343 18 year olds Will Vote For The First Time: 62,000 Voters Above 80 Years.

લોકશાહીનો ઉત્સવ:યુવા મથક: એક મથકે 18થી 29 વર્ષના યુવાન કર્મી મતદાન સંભાળશે,18 વર્ષના 47,343 યુવાઓ પહેલીવાર વોટ આપશે: 80થી વધુ વર્ષના 62 હજાર મતદારો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 10 વિધાનસભા બેઠક પર 2589 મતદાન મથકો, 10 મોડેલ, 19 ઈકો ફ્રેન્ડલી અને 70 સખી મતદાન મથકો
  • ફતેગંજ સ્થિત પોલીટેક્નિક કોલેજ ખાતે 8 ડિસેમ્બરે મત ગણતરી કરાશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. જે મુજબ શહેર-જિલ્લાની 10 વિધાનસભા બેઠકોની ચૂંટણી 5 ડિસેમ્બો યોજાશે. આ ચૂંટણીમાં જિલ્લામાં 1 યુવા મતદાન મથક ઊભું કરાશે. આ મતદાન મથકમાં 18થી 29 વર્ષના યુવા કર્મી મતદાન મથક સંભાળશે. જ્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં 18 વર્ષના 47,343 યુવાનો પહેલી વખત મતદાન કરશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે જણાવ્યું હતું કે, જિલ્લામાં પુરુષ મતદારો 13,31,174, સ્ત્રી મતદારો 12,70,875, અન્ય મતદારો 223 સહિત કુલ 26,02,272 મતદારો નોંધાયા છે. જે પૈકી 18-19 વર્ષના મતદારોની સંખ્યા 47,343, 20થી 29 વર્ષના મતદારોની સંખ્યા 4,72,489 સહિત યુવા મતદારોની કુલ સંખ્યા 5,19,832 છે.

જિલ્લામાં 80+ વર્ષના મતદારોની સંખ્યા 62,584, દિવ્યાંગ મતદારોની સંખ્યા 26,046 અને સેવા મતદારોની સંખ્યા 624 છે. જિલ્લામાં 10 વિધાનસભા મતદાર વિભાગોના કુલ મતદાન મથકોની સંખ્યા 2589 છે. જે પૈકી શહેરી મતદાન મથકોની સંખ્યા 1393 તેમજ ગ્રામ્ય મતદાન મથકો 1196 છે.

તમામ મતદાન મથકોએ રેમ્પ અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરાશે. ચૂંટણીમાં EVM-BUની સંખ્યા 3924, CU-3924 અને VVPAT 5367 ઉપયોગમાં લેવાશે. ચૂંટણીની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. આચારસંહિતાના અમલ હેઠળ 24થી 72 કલાકમાં બેનર્સ, પોસ્ટર, ભીંંતપત્રો હટાવાશે. નવી યોજનાની જાહેરાત, લોકાર્પણ, શિલાન્યાસ કરી શકાશે નહીં. મત ગણતરી ફતેગંજ પોલિટેક્નિક ખાતે યોજાશે.

વૃદ્ધો માટે વાહન, પ્રજ્ઞાચક્ષુ માટે બ્રેઇલ બેલેટની સુવિધા
80 વર્ષ ઉપરના વૃદ્ધો, દિવ્યાંગ મતદારો માટે તેમને ઘરેથી મતદાન મથક સુધી લાવવા માટે વિશેષ વાહનો મુકાશે. દૃષ્ટિહીન મતદારો માટે બ્રેઇલ બેલેટ પેપરની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. સિનિયર સિટીઝન, દિવ્યાંગ મતદારો અને કોવિડ શંકાસ્પદ મતદારો પૈકીના જે મતદાન મથકે જઇ મતદાન કરી શકે તેમ ન હોય તેઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા અપાશે.

િદવ્યાંગ સ્ટાફ દ્વારા 10 મતદાન મથકોનું સંચાલન
કલેક્ટરે જણાવ્યું કે જિલ્લામાં વિધાનસભા દિઠ 7 દિઠ કુલ 70 સખી મતદાન મથકો બનશે. આ ઉપરાંત દિવ્યાંગ સ્ટાફ દ્વારા સંચાલિત મતદાન મથકોની સંખ્યા 10, મોડલ મતદાન મથકોની સંખ્યા-10, ઇકો ફ્રેંડલી મતદાન મથકો-10, યુવા મતદાન મથક-1 બનશે. દરેક મતદાન મથક પર મતદાર સહાયતા કેન્દ્ર ઊભા કરવામાં આવશે. 1339 બૂથ પર લાઇવ વેબકાસ્ટિંગ કરાશે.

  • ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર 12 આસિ. એપેંડીચર ઓબ્ઝર્વરઅને વીડિયો સર્વેલન્સ ટીમ નજર રાખશે.
  • 10 સભ્યોની એકાઉન્ટિંગ ટીમ ઉમેદવારોના શેડો રજિસ્ટર નિભાવી ચૂંટણી ખર્ચનું મોનિટરિંગ કરશે.
  • 30 સભ્યોની સ્ટેટિક સર્વેલન્સ ટીમ વિવિધ ચેક પોસ્ટ પર દરેક વાહનોની ચકાસણી કરશે.
  • 30 સભ્યોની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રોકડ, લીકર અને અન્ય શંકાસ્પદ વ્યવ્હારોનું ચેકિંગ કરાશે.
  • જાહેર જનતા ચૂંટણી લક્ષી ફરિયાદો ટોલ ફ્રી નંબર 1800-233-3038, 1800-233-2650 ઉપર કરી શકશે.
કુલ મતદારપુરુષસ્ત્રીઅન્ય
26,02,27213,31,17412,70,875223
અન્ય સમાચારો પણ છે...