ભાવનગર:રૂપિયાની લેવડ દેવડ મામલે 2 ઈસમે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી, બંને આરોપી ફરાર

ભાવનગર2 વર્ષ પહેલા
  • ભાવનગર પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી

ભાવનગર શહેરમાં ગત રાત્રીના સમયે રૂપિયાની લેતીદેતી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં ભાવનગરના માલણકા ગામમાં રહેતા રમેશ મનજી બારૈયા નામના 35 વર્ષીય યુવાનનો તેના જ ગામના 2 ઈસમો સાથે રૂપિયાની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા અંગેની દાઝ રાખીને બંને ઈસમોએ માલણકા ગામના યુવાનની છરી ના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખી હતી. જ્યારે હત્યારા હત્યાને અંજામ આપી નાસી છૂટ્યા હતા. આ બનાવના પગલે DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હાલ તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...