તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:વડોદરાના તુલસી ગામના યુવાને 1200 રૂપિયાના કેશબેકની લાલચમાં 2.24 લાખ રૂપિયા ગુમાવ્યા, બિહારના ભેજાબાજે બે એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લીધા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નોટિફિકેશન મોકલીને ભેજાબાજે વારાફરીથી યુવાનના બે એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી દીધા

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના તુલસી ગામમાં રહેતા યુવાન સાથે 1200 રૂપિયાનું કેશબેક આપવાની લાલચ આપીને બિહારના એક ભેજાબાજે બે બેંક એકાઉન્ટમાંથી 2.24 લાખ રૂપિયા ઉપાડી લઇને ઓનલાઇન છેતરપિંડી કરી હતી. આ મામલે યુવાને ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોટિફિકેશન મોકલીને ભેજાબાજે રૂપિયા ઉપાડી લીધા
ડેસર તાલુકાના તુલસી ગામમાં ચિરાગ પ્રવિણભાઇ પટેલ(ઉ.26) પરિવાર સાથે રહે છે અને તુલસી ગામમાં આવેલી દુકાનમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 7 જુલાઇ-2020ના રોજ ચિરાગભાઇના મોબાઇલમાં ફોન પેના નામે એક ભેજાબાજનો ફોન આવ્યો હતો. ભેજાબાજે જણાવ્યું હતું કે, ફોન પેના કોલ સેન્ટરમાંથી બોલુ છું અને તમને એક નોટિફિકેશન મોકલુ છું. તમને 1200 રૂપિયા કેશબેક મળશે. થોડીવાર બાદ યુવાનના ફોન પર નોટિફિકેશન આવ્યું હતું. જેને ખોલીને યુવાને ફોનપેનો પીન નાખ્યો હતો. જેથી ભેજાબાજે જણાવ્યું હતું કે, તમારો ફોન સ્લો ચાલે છે. જેથી તમે મને બીજા નંબર પરથી ફોન કરો. જેથી બીજો મોબાઇલ નંબર યુવાને ભેજાબાજને આપ્યો હતો. જેથી ભેજાબાજે ફરીથી ફોન કરીને કહ્યું હતું કે, ફોન ચાલુ રાખો તમને કેશબેક મળી જશે અને તમારા કપાયેલા રૂપિયા પણ રિફંડ થઈ જશે.

2.24 લાખ રૂપિયા ભેજાબાજે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાં
આ રીતે ભેજાબાજ અવારનવાર યુવાનને ફોન કરતો હતો અને કહેતો હતો કે, તમારા કપાઇ ગયેલા રૂપિયા પરત મળી જશે. સાંજે સાડા સાત વાગ્યે યુવાનના મોબાઇલમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ટિંબા શાખાના એકાઉન્ટમાંથી એક પછી એકવાર રૂપિયા ઉપડી ગયા હતા, ત્યારબાદ બેંક ઓફ બરોડા કાકણપુર શાખાના એકાઉન્ટમાંથી પણ રૂપિયા ઉપાડી લીધા હતા. આમ બંને બેંકના એકાઉન્ટમાંથી ભેજાબાજે 2,24,687 રૂપિયા ઉપાડી લીધા હતા.

મોડે મોડે યુવાનને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો
ત્યારબાદ બીજા દિવસે ફરીથી ફોન આવ્યો હતો કે, તમારા બેંક મેનેજરને જઇને વાત કરજો અમે પૈસા પાછા મોકલી આપીશું અને બેંકમાં જઇને ભેજાબાજના નંબરો પર ફોન કરતા ફોન ઉપાડ્યો નહોતો. જેથી ચિરાગભાઇને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થયો હતો. જેથી 8 જુલાઇ-2020ના રોજ ચિરાગભાઇએ પોતાની અરજી ડેસર પોલીસ સ્ટેશનમાં આપી હતી અને આ અરજી વડોદરા સાયબર પોલીસ સ્ટેશનમાં પણ મોકલી આપી હતી.

સાયબર પોલીસની તપાસમાં બિહારના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું બહાર આવ્યું
સાયબર સેલે તપાસ કરતા 2.24 લાખ રૂપિયા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના બાબુર અલી હેમ્બ્રામ ગ્રમ(રહે, લીલાવરણ ચીલકારા, પોસ્ટ. ચુઆનપાની, બિહાર)ના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. જેથી ડેસર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો