તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયરિંગ બાદ પરિવારે ફિલ્મી વાર્તા ઘડી:ઘોઘંબામાં ઘર કંકાસથી કંટાળીને યુવાને દેશી કટ્ટાથી પોતાની છાતીમાં ફાયરિંગ કર્યું, પરિવારે 3 શખસોએ ફાયરિંગ કર્યાંની વાત ઉપજાવી કાઢી

ઘોઘંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે લીધેલા પિતા-પુત્રના નિવેદન બાદ વિરોધાભાસે ભાંડો ફૂટી ગયો હતો - Divya Bhaskar
પોલીસે લીધેલા પિતા-પુત્રના નિવેદન બાદ વિરોધાભાસે ભાંડો ફૂટી ગયો હતો
  • પિતા અને ઇજાગ્રસ્ત પુત્રના નિવેદનમાં વિરોધાભાસ જણાતા સાચી વિગતો બહાર આવી હતી
  • પોલીસની સુઝબૂઝના કારણે ગણતરીના કલાકોમાં જ આખી ઘટનાની હકિકત બહાર આવી ગઇ

પંચમહાલ જિલ્લાના કાલસર ગામના અનિલ રાઠવા નામના યુવાને ઘર કંકાસથી કંટાળીને પોતાના ઘરમાં મૂકી રાખેલા દેશી કટ્ટાથી પોતાની છાતીમાં ફાયરિંગ કરી દીધે હતું અને આ મામલાને દબાવવા ઇજાગ્રસ્ત યુવાન અને તેના પિતા સહિત ઘરના સભ્યો દ્વારા ફિલ્મી વાર્તા ઘડી કાઢીને બહારના 3 શખસોએ યુવાન પર ફાયરિંગ કરી ભાગી છૂટ્યાની વાત ઘડી કાઢીને પોલીસને જાણ કરી હતી અને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે વડોદરા ખસેડાયો હતો.

યુવાનને લોહીલુહાણ હાલતમાં જોઇને પરિવારજનો હેબતાઈ ગયા
પોલીસ તપાસમાં ઇજાગ્રસ્ત યુવાન અનિલ રાઠવા પર અન્ય કોઈ અજાણ્યા શખસોએ ફાયરિંગ કર્યાંનું ફલિત ન થતાં પરિવારની પૂછપરછ દરમિયાન ઘર કંકાસથી ત્રાસી યુવાને પોતાના ઘરમાં મૂકી રાખેલા દેશી કટ્ટા થી પોતાની છાતીમાં ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને લોહીલુહાણ હાલતમાં જોઇને પરિવારજનો હેબતાઈ ગયા અને પોલીસ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધશે તે વાતથી ઘરમાં પુરાવાનો નાશ કરવા લોહીના ડાઘ સાફ કરી નાખ્યા તેમજ કટ્ટાને નજીકના ઉકરડામાં ખાડો ખોદી દાટી દીધી અને ત્યાર બાદ આખી ઘટનાને પોલીસને ગુમરાહ કરવા માટે ફેરવી કાઢી હતી અને અનિલ રાઠવા ખેતરથી ઘરે જતો હતો, ત્યારે રસ્તામાં મળેલા 3 શખસો દ્વારા સામાન્ય બોલાચાલીમાં ફાયરિંગ કરી દીધુ હોવાની વાત ઉપજાવી કાઢી હતી.

યુવાને ઘર કંકાસથી કંટાળીને પોતાના ઘરમાં મૂકી રાખેલા દેશી કટ્ટાથી પોતાની છાતીમાં ફાયરિંગ કરી દીધુ હતું
યુવાને ઘર કંકાસથી કંટાળીને પોતાના ઘરમાં મૂકી રાખેલા દેશી કટ્ટાથી પોતાની છાતીમાં ફાયરિંગ કરી દીધુ હતું

પોલીસના ઘાડે ધાડા ઘટના સ્થળે પહોંચી ગયા
ઇજાગ્રસ્ત યુવાનના પિતા હરિસિંહ રાઠવા કાલસર ગામના ડેપ્યુટી સરપંચ છે. 3 શખસોએ ફાયરિંગ કર્યું હોવાની વાત ઉપજાવી કાઢીને પિતા હરિસિંહ સહિત પરિવારજનો અનિલની સારવાર માટે વડોદરા જતા રહ્યા હતા. બીજી તરફ અજાણ્યા 3 શખસો દ્વારા એક યુવાન પર ફાયરિંગ થયું હોવાની ઘટનાની ગંભીરતા સમજી પંચમહાલ જિલ્લાના એસપી સહિત પોલીસના ઘાડે ધાડા ઘટના સ્થળે પહોંચી ગયા અને આ ઘટનાની તલ સ્પર્શી તપાસ કરતા અને પરિવારજનોની પૂછપરછ દરમિયાન શંકા જતા પોલીસ દ્વારા ઘનિષ્ટ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ઘટના ઉપજાવી કાઢી હોવાની શંકા સાચી પડી અને સમગ્ર મામલાનો પર્દાફાશ થઈ ગયો હતો.

પોલીસે આરોપી હરિસિંહની ધરપકડ કરી
પોલીસે આરોપી હરિસિંહની ધરપકડ કરી

પિતા-પુત્રના નિવેદનના વિરોધાભાસે ભાંડો ફોડ્યો
હરિસિંહ રાઠવા અને તેમના ઇજાગ્રસ્ત પુત્રના નિવેદનમાં વિરોધાભાસ જણાતા સાચી વિગતો બહાર આવી હતી અને પોલીસે હવે હરિસિંહ રાઠવા અને તેના ઘાયલ પુત્ર અનિલ રાઠવા વિરુદ્ધ આર્મ એક્ટ સહિતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અનિલ રાઠવાના પિતા હરિસિંહની ધરપકડ કરી લીધી છે, જ્યારે અનિલ રાઠવાની હાલત ગંભીર હોવાથી હાલ તે વડોદરાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આમ આ ચકચારી ફાયરિંગની ઘટનાના નવા વળાંકે પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસે દેશી કટ્ટુ કબજે કર્યું હતું
પોલીસે દેશી કટ્ટુ કબજે કર્યું હતું

(અહેવાલઃ મક્સુદ મલિક, હાલોલ)

અન્ય સમાચારો પણ છે...